Homeગુર્જર નગરી‘તમે ડોક્ટર છો ?’ ‘ના હું માસ્ક પહેર્યા વિના પકડાયો.’

‘તમે ડોક્ટર છો ?’ ‘ના હું માસ્ક પહેર્યા વિના પકડાયો.’

હવે તને તો ખબર છે ચાબુક છેલ્લા કેટલાય સમયથી હાઈકોર્ટ સરકારને ખખડાવી રહી છે. હાઈકોર્ટે હવે એમ કહી દીધું છે કે, સત્તા હોવા છતાં ઉપયોગ કેમ નથી કરતાં ? ઉપરથી ગઈકાલે જે કાંતિ ગામીતે નવરાત્રી રમાડી. હું તેને ચાબુક સગાઈ કે તુલસી વિવાહ નથી કહેતો. એ આખા ગુજરાતને ભેગા કરી રમાડવામાં આવેલી મસ્ત મસ્ત નવરાત્રી હતી.

‘વાહ મસ્ત મસ્ત નવરાત્રી.’.

‘હા મસ્ત મસ્ત નવરાત્રી.’

‘હા મસ્ત મસ્ત નવરાત્રી.’

બસ હવે પણ. હાઈકોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે નેતા હોય કે જનતા હોય નિયમો બધા માટે એક સરખા જ હોય છે. એટલે કે કોઈ વહાલા દવલાની નીતિ નહીં. જે ભૂલ કરે તેને દંડ થવો જ જોઈએ.

હે ચાબુક હાઈકોર્ટે બીજી એક મહત્વની વાત કરી છે. માસ્ક પહેરીને નીકળતો જજે. ખબર નહીં ક્યારે જાહેરનામું બહાર પડે અને તને કોવિડ સેન્ટરમાં સર્વિસ કરાવે.

‘તો તમેય ધ્યાન રાખજો ગોવાબાપા. એવું ન થાય કે આપણે એક જ હોસ્પિટલમાં થોડા દિવસ માટે સર્વિસ અદા કરીએ અને આપણને ખબર પણ ન પડે.’

હાઈકોર્ટે એટલા માટે કહ્યું છે કારણ કે ઘણા લોકો માસ્ક પહેર્યા વિનાના બહાર આટા ફેરા મારતા હોય છે. એમના પર લગામ કસવા માટે તેમણે ગુજરાત સરકારને જાહેરનામું બહાર પાડવાનું કહ્યું છે. હમણાં તો માસ્ક એ જ વેક્સિન. ભલે બ્રિટનમાં આવતા અઠવાડિયેથી વેક્સિન દેવા મંડવાના હોય કે કિમ જોંગે ઉતાવળમાં લઈ લીધી હોય. ફરજીયાત દેશના દરેક નાગરિકે માસ્ક પહેરવાનું છે. જે નહીં પહેરે એમને ફરજીયાત કોમ્યુનિટી સર્વિસ પૂર્ણ પાડવી પડશે. વાહ હાઈકોર્ટ વાહ.

હવે ગુજરાત સરકાર હાઈકોર્ટના નિર્દેશોનો અભ્યાસ કરશે ચાબુક. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ પણ ગૃહસચિવ સાથે ચર્ચા કરી લીધી છે. જેથી માસ્ક વિના ફરતા કેટલાક લોકોના ડોક્ટર બનવાના સપના પૂરા થાય. સરકાર સમગ્ર અભ્યાસ કરી લેશે પછી સંબંધિત વિભાગોને કાર્યવાહી કરવાનો આદેશ આપશે.

હવે આ મુદ્દાને તો સિવિલ સુપરિટેન્ડેન્ટે પણ આવકાર્યો છે. એમણે જ નહીં હું પણ આવકારું છું. વર્ષ જેવું હમણાં થવા આવશે. ડોક્ટરો એકધારા સેવા પૂર્ણ પાડી રહ્યા છે તો આપણે શું માસ્ક ન પહેરી શકીએ ? એમણે કહ્યું છે કે વોલેન્ટીયર તરીકે ટ્રેનિંગ આપી કોવિડ કેસમાં સેવા કરાવીશું. સરકાર જેમ કહેશે એ મુજબ જ સેફ્ટી સાથે કામ લેવામાં આવશે.

કરો લગન…

કાલ કાંતિભાઈ અને આજે ફરી ભાજપના એક નેતા. નેતાજીનું નામ છે ભીખુભાઈ ગોજીયા. આ ભીખુભાઈ ગોજીયાનો એક વીડિયો વાઈરલ થયો છે ચાબુક. ભવ્ય લગ્ન સમારોહ યોજાયો. સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવી દીધા. કાર્યક્રમમાં કોણ કોણ હાજર હતું ? તો કે ગીતાબેન રબારી હતા. પૂનમબેન માડમ હતા. મને એ ખબર નથી પડતી ચાબુક કે આ લોકો કેમ હા મોજ હા કરે છે. એમને ત્યાં કોરોના જેવું કંઈ છે કે નહીં?

હવે કાલ કાંતિ ગામીતનો જે વીડિયો વાઈરલ થયો હતો તેમાં પોલીસે કાર્યવાહી પણ કરી છે. એમના પુત્ર સામે ગુનો નોંધાયો છે. એમની પણ ધરપકડ થઈ. એના સિવાય ગામના સરપંચ જીતુ ગામીત સામે પણ કેસ દાખલ થયો.

શહીદને સો-સો સલામ

હવે સીધા જઈએ ચાબુક શહીદ જવાન ઈમરાન સાયલી પાસે. તાલાલાના આ આર્મીમેન આજે અરૂણાચલ પ્રદેશે શહીદ થયા. તેમના પાર્થિવદેહને પ્રથમ જૂનાગઢ હેલિકોપ્ટર મારફતે વતન લઈ આવવામાં આવ્યો. પાર્થિવ દેહ ઉતરતા જ શહીદ જવાન અમર રહો અને ભારત માતા કી જયના નારા લાગ્યા. આજે તેની શહીદીના કારણે તાલાલા શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યું. તેના પાર્થિવદેહને છેલ્લી સલામી આપવા માટે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. આ વીર શહીદ જવાનને પણ ટીમ ચાબુક તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ.

કોરોનાની જેમ ફી પણ બેકાબુ

જેમ કોરોના બેફામ થયો છે ચાબુક… એ રીતે કેટલાક શિક્ષણ માફીયા પણ બેફામ થયા હોય તેવી ઘટના સામે આવી છે. એક બાજુ શિક્ષણ ઠપ્પ છે. 15મી ડિસેમ્બર સુધીમાં ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે. ત્યાં હવે મેડિકલ કોલેજમાં ધરખમ ફી વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યની 13 એવી કોલેજો છે જેમણે ફીમાં વધારો કર્યો હોય..

  • સુરતની મેડિકલ કોલેજ દ્વારા 60 હજાર રૂપિયા.
  • સુરેન્દ્રનગરની સી.યુ.શાહ દ્વારા 50 હજાર રૂપિયા.
  • અમદાવાદની GCS મેડિકલ કોલેજે 70 હજારોનો વધારો કર્યો.
  • તો અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે 50 હજારોનો વધારો કર્યો.
  • સામેની બાજુ કરમસદ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજે 48 હજારનો વધારો કર્યો.
  • અમદાવાદની શ્રીમતી NHL મ્યુનિ.મેડિકલ કોલેજે 35 હજાર વધારી દીધા.
  • વાઘોડિયાની પારૂલ ઇન્સ્ટિટ્યુટે 70 હજાર વધાર્યા
  • વડોદરાની મનુભાઇ પટેલ ડેન્ટલ કોલેજે 40 હજારનો વધારો ઝીંકી દીધો.

દુખ થાય છે કે આપણે ખાલી દુધી હાઈરે જ કામ કર્યું આવી મેડિકલ કોલેજ ખોલી લીધી હોત તો પણ સારું હતું.

‘આ દૂધી કોણ?’

‘મારી ભેંસ’

(દેશ વિદેશના સમાચાર વાંચો નવા અવતારમાં ગોવાબાપા સાથે રોજ સાંજે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments