Homeસિનેમાવાદયશ કરી શકે તો પ્રભાસ કેટલું ખતરનાક કરી શકે ?

યશ કરી શકે તો પ્રભાસ કેટલું ખતરનાક કરી શકે ?

ઝાલાવાડી જલજીરા : પ્રભાસ પહેલા થોડો થોડો જોવાતો હતો. બાહુબલીથી તે ઉઠ્યો અને સાહોમાં તે ફરી પડ્યો. 2021-22 પ્રભાસનું વર્ષ રહેશે. બાહુબલી માટે પાંચ વર્ષ આપનારો પ્રભાસ એક જ વર્ષમાં બેથી ત્રણ ફિલ્મો રિલીઝ કરી શકે છે. જેમાં KGFના ડાયરેક્ટર નીલ પ્રશાંતની સલારનો પણ સમાવેશ થાય છે.

આજે તેનું પોસ્ટર સામે આવ્યું. પ્રભાસ સાહો જેવા અવતારમાં દેખાય છે. મોટી મૂછ છે. કાળા કલરનું જેકેટ છે. ઉપર ધ મેકર્સ ઓફ KGF લખેલું છે. હાથમાં ગન છે. જે તેની ઊંચાઈની સાપેક્ષે તો નાની જ લાગી રહી છે. ટેગલાઈન છે ધ મોસ્ટ વાયોલેન્ટ મેન વનમેન. એ પછી તમે વાંચી શકો છો કે શું શું લખેલું છે.

ફિલ્મ 2021માં રિલીઝ થાય તેવી શક્યતા છે, જોકે 2022 સુધી ખેંચી જાય તો નવાઈ નથી. આમ પણ પ્રશાંતની ફિલ્મો ખૂબ લાંબુ ખેંચે છે. તેની આદિપુરુષ ફિલ્મની રિલીઝ ડેટ પણ 11-8-2022 છે.

પ્રભાસે ફિલ્મની વાત કરતા કહ્યું કે, ‘હોમબલ ફિલ્મ સાથે હું હમેશાંથી કામ કરવા માગતો હતો. હું વિચારું છું કે આ સૌથી સારી તક છે. આ ખૂબ જ એક્સાઈટીંગ ફિલ્મ છે અને મારું પાત્ર ખૂબ જ હિંસક છે. આ એવું છે જે આ પહેલા મેં કોઈ દિવસ નથી કર્યું.’ નોંધ : પ્રભાસ પોતાની દરેક આવનારી ફિલ્મો પહેલા આવું બોલે છે!!

ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નિલે પણ ફિલ્મના શૂટિંગ પહેલા જ કહી દીધું છે કે, આ ફિલ્મમાં પ્રભાસ અગાઊ કોઈ પાત્રમાં નથી દેખાયો એ રીતે દેખાશે. ફિલ્મ વિશે ડાયરેક્ટર પ્રભાસે કહ્યું કે, હું ખુશ છું કે વિજય કિરગાંડુર અને પ્રભાસ સાથે કામ કરી રહ્યો છું. છેલ્લા કેટલાય સમયથી અમે એક પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા હતા અને આખરે હવે એ ક્ષણ આવી ગઈ છે. નોંધ : પ્રભાસ સાથે કામ કરનારો દરેક નવો ડાયરેક્ટર આમ જ શા માટે કહે છે ?

પ્રશાંત નીલે 2014માં કન્નડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. પહેલી ફિલ્મ હતી ઉગ્રમ. આ ફિલ્મમાં તેણે સ્લો મોશન સ્ટાઈલથી હીરોને પ્રેઝન્ટ કરવાની હીરોઈઝમ ઈફેક્ટ લાવી હતી. જે યશની કેજીએફમાં વારંવાર જોવા મળેલી. દરેક સીન એન્ટ્રી સીન લાગે. હવે કેજીએફ ચેપ્ટર-2માં બોલિવુડ એક્ટર સંજય દત્ત અને રવીના ટંડન પણ છે. જેથી ફિલ્મની હવે હિન્દીમાં પણ માર્કેટ વેલ્યુ વધી ગઈ છે. પ્રથમ પાર્ટની સફળતા પછી હવે બીજા પાર્ટની ફેન્સ રાહ જોઈ રહ્યા છે, પણ તમામ કલાકારોના જન્મદિવસે એક એક વસ્તુ સામે આવે છે. હવે યશના જન્મદિવસ પર ટીઝર આવશે તેવી વાતો થઈ રહી છે.

હવે ફરી પ્રભાસની વાત પર આવીએ. તેની પાસે રાધે શ્યામ ક્રિષ્ના નામના ડાયરેક્ટરની રાધે શ્યામ જેવી રોમેન્ટીક ફિલ્મ છે. તાનાજી જેવી વોરિયર ફિલ્મ ડાયરેક્ટ કરનારા ઓમ રાઉતની આદિપુરુષ ફિલ્મ છે. મહાનતિના ડાયરેક્ટર નાગ અશ્વિની જેમણે મહાનતિ ફિલ્મ બનાવી હતી તેમની એક સાયન્સ ફિક્શન ફિલ્મમાં પણ પ્રભાસ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની અપોઝિટ દીપિકા પાદુકોણ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અને હવે આ ફિલ્મ એટલે કે પ્રભાસ હવે નવરો નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments