Homeદે ઘુમા કેહાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને ધમરોળ્યું

હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને ધમરોળ્યું

ઓસ્ટ્રેલિયાના કેનબરા ગ્રાઊન્ડ ખાતે ભારત વ્હાઈટવોશને ખાળવા જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ વનડેમાં સતત ત્રીજી જીત મેળવવાની આશાએ ઉતરી હતી. જોકે ઓસ્ટ્રેલિયાની આશા પર રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ઈનિંગે પાણી ફેરવી દીધું હતું અને ટીમના સ્કોરને 300 રનની પાર લઈ જતા સાથે જ બોલરોના સારા પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમને ત્રીજી વનડેમાં હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો. આ જીતથી ટીમનો ઉત્સાહ પણ વધ્યો છે અને આગામી ટી-20 અને ટેસ્ટ સિરીઝ જીતવાની આશા પણ જાગી છે. સિરીઝ ગુમાવી ચુકેલી ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડે મેચ 13 રનથી જીતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 303 રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ટીમ કાંગારૂ 49.3 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

હાર્દિક જીતનો હીરો

ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ ફટકાર્યા તેને મેન ઓફ ધી મેચનો એવોર્ડ અપાયો. ટીમ માટે હાર્દિક પંડ્યાએ 92, રવિન્દ્ર જાડેજા 66 અને વિરાટ કોહલી 63 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક અને જાડેજાએ 108 બોલમાં 150 રનની પાર્ટનરશીપ નોંધાવી બંનેએ છેલ્લા 42 બોલમાં સ્કોરબોર્ડ પર 93 રન નોંધાવી દીધા હતા. જેની મદદથી ટીમનો સ્કોર 302 રન સુધી પહોંચ્યો હતો.

કોહલીની 60મી ફિફ્ટી

કોહલીએ કારકીર્દિમાં 60મી ફિફટી ફટકારી. 78 બોલમાં 5 ફોરની મદદથી 63 રન કર્યા હતા. જોશ હેઝલવુડની બોલિંગમાં કીપરના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો. રિવ્યૂના નિર્ણયમાં કોહલીએ મેદાન છોડવું પડ્યું હતું.

કોહલીના 12 હજાર રન

કોહલીએ ત્રીજી વન ડેમાં વધુ એક સિદ્ધી મેળવી લીધી છે. કોહલીએ સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ સૌથી ઝડપી 12 હજાર રન પુરા કરી લીધા છે. કોહલીએ 242 ઈનિંગમાં 12 હજાર રન પુરા કરી લીધા છે. સચિન તેંડુલકરે આ સિદ્ધી 300 ઈનિંગ્સમાં મેળવી હતી. આ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે. તેણે 314 ઈનિંગ્સમાં 12 હજાર રન પુરા કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન બોલર્સનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા તરફથી એસ્ટન અગરે 2 જ્યારે એડમ ઝામ્પા, સીન એબોટ અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ લીધી હતી. આમ ઔપચારિક મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વ્હાઈટ વોશના ઈરાદે ઉતરી ન હોય તેવું લાગતું હતું.

સ્ટીવ મેન ઓફ ધી સિરીઝ

ઓસ્ટ્રેલિયા તરફથી સતત બે મેચમાં સદી ફટકારનાર સ્મીથને નિરાશ થવું પડ્યું. સ્ટીવ સ્મીથ માત્ર 7 રનમાં જ સાર્દુલના બોલ પર વિકેટ પાછળ રાહુલને કેચ આપી બેઠો. જો કે, ત્રીજી મેચમાં સાત રન છતાં તેના નામે મેન ઓફ ધી સિરીઝનો એવોર્ડ ગયો. સિરીઝમાં તેણે 72ની એવરેજથી 216 રન ફટકાર્યા.

ફિન્ચ, મેક્સવેલની ફિફ્ટી

ઓસ્ટ્રેલિયા તરફથી ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે મોરચો સંભાળ્યો હતો. ફિન્ચે 82 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 75 રન ફટકાર્યા. તો મેક્સવેલે પણ મેદાન પર પગ જમાવી દીધા હતા. મેક્સીએ 38 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 59 રન ફટકાર્યા હતા. મેક્સવેલના 100 મિટરના રિવરસ્વીપ શોટે દર્શકોના દિલ જીતી લીધા હતા. ઓસ્ટ્રેલિયાના અન્ય પાંચ ખેલાડીઓ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા ન હતા.

ભારતીય બોલર્સનું પ્રદર્શન

ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 ,જસપ્રીત બુમરાહ અને ટી. નટરાજને 2-2 તેમજ કુલદીપ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. જ્યારે એલેક્સ કેરી રનઆઉટ થયો હતો. નટરાજનની આ ડેબ્યૂ મેચ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments