‘હવે હાઈકોર્ટે લાલ આંખ કરી છે.’
‘કોની સામે ગોવાબાપા?’
આ જે લોકો માસ્ક વિના નગર ચર્ચા કરે છે તેની વિરુદ્ધ ચાબુક. હાઈકોર્ટે કહ્યું છે કે, જે લોકો માસ્ક વિના ફરતા હોય તેમને કોવિડ સેન્ટરોમાં ફરજ બજાવવાનું કહેવામાં આવે. હાઈકોર્ટે કહ્યું છે કે, માસ્ક વિના પરિભ્રમણ કરતા લોકોને દંડ તો ફટકારવામાં જ આવે પણ સાથે સાથે કોવિડ સેન્ટરમાં પણ નિયુક્ત કરવામાં આવે.
‘હાઈકોર્ટે કહ્યું છે ગોવાબાપા એટલે બધા નિયમોનું પાલન કરશે.’
‘જોઈએ તારી વાત સાચી પડી તો ભગરીનું દૂધ પીવડાવું.’
‘આ ભગરી કોણ?’
‘મારી ભેંસ.’
અર્થવ્યવસ્થા
હવે ચાબુક દેશની અર્થવ્યવસ્થા સંકટમાં છે. કોરોના સમયે સપ્ટેમ્બરના ક્વાટરમાં જીડીપીનો ગ્રોથ 7.5 ટકા રહ્યો છે. તેની સામે જૂનના ક્વાટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 24 ટકાની પડતી નોંધાઈ હતી. અર્થવ્યવસ્થાને પણ કોરોનાના દર્દીની જેમ રિકવરી મળી છે ચાબુક, પણ નકારાત્મક સંકેત આપે છે. એટલે કે સરકારે પણ મંદીનો સ્વીકાર કરી લીધો છે. લોકડાઉન પછી અનલોકની પ્રક્રિયા એક બાદ એક એમ ચરણમાં કરવામાં આવી. કડક લોકડાઉન પછી અર્થવ્યવસ્થા પણ ધીમે ધીમે ખુલી. જેનો પૂરતો ફાયદો અર્થવ્યવસ્થામાં નથી દેખાઈ રહ્યો. ઘણાની રોજગારી જતી રહી છે. કંપનીઓએ અસંખ્ય લોકોને છૂટ્ટા કર્યા છે.
સરકારના ચીફ ઈકોનોમી એડવાઈઝરે તો કહ્યું છે કે, ‘કોરોનાના પહેલાના સમય કરતાં અર્થવ્યવસ્થા સારી છે. જોકે આપત્તિના કારણે રેટીંગમાં થોડી સુસ્તી આવી છે. આજ કારણે જીડીપી ગ્રોથ 24 ટકા નીચે ચાલ્યો ગયો. જોકે જે ગ્રોથ હતો તેનાથી સારું પ્રદર્શન છે.’
વેક્સિન
હવે આખી દુનિયા એક જ વસ્તુની રાહ જોઈ રહી છે ચાબુક. એનું નામ છે વેક્સિન. હવે એક સારા સમાચાર છે. રશિયાની વેક્સિન સ્પુતનિક-વી સાથે ભારતની દવા કંપની હેટરો એ રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો છે. આ કારણે હવે ભારતમાં દર વર્ષે 10 કરોડ ડોઝ વેક્સિનના તૈયાર કરવામાં આવશે. રશિયાના સાવરેન વેલ્થ ફંડે કહ્યું કે, કોરોનાની વેક્સિનનું ઉત્પાદન 2021માં થશે. આ વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ બેલારુસ, યુએઈ, વેનેઝુએલા સહિતના દેશોમાં થઈ રહ્યું છે. જ્યારે ભારતમાં બીજા ચરણ અને ત્રીજા ચરણમાં પરિક્ષણ ચાલુ છે.
ચાબુક રશિયાની વેક્સિનના ડોઝ બનાવવા માટે 50થી વધારે દેશો અનુરોધ કરી ચૂક્યા છે. ગ્લોબલ માર્કટમાં સપ્લાઈ માટે વેક્સિનનું પ્રોડક્શન ભારત સિવાય ચીન, બ્રાઝીલ, સાઉથ કોરિયા અને અન્ય દેશોમાં પણ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાનો વિક્રમજનક દેખાવ
હે ચાબુક હવે ગુજરાતમાં કોરોના બેફામ બન્યો છે. જાણે ફુગ્ગો હોય એમ ફાટ્યો છે. ચોવીસ કલાકમાં 1607 કેસ સામે આવ્યા છે. 16 દર્દીઓના આજે મૃત્યુ થયા. ચિંતાની વાત એ છે કે રિકવરી રેટ જે પહેલા 90.93 ટકા હતો તે હવે 90.90 થઈ ગયો છે. દિવાળીમાં લોકો બહાર નીકળ્યા અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું. ઉપરથી માસ્કની સમસ્યા તો રહેલી જ છે. ન હોય તો નામદાર હાઈકોર્ટને ટકોર શું કામે કરવી પડે? આ બધી માથાકૂટના કારણે જ છેલ્લા ચાર વખતથી 1500 કરતાં વધારે કેસ સામે આવી રહ્યા છે. હું તને કોસ્ટકમાં બતાવું.
| તારીખ | કેસની સંખ્યા |
| 21 નવેમ્બર | 1515 |
| 24 નવેમ્બર | 1510 |
| 25 નવેમ્બર | 1540 |
| 26 નવેમ્બર | 1560 |
| 27 નવેમ્બર | 1607 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત