ત્રણ વન ડે મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ જીતથી ખાતુ ખોલાવ્યું છે. સિડનીમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. 375 રનના લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ કરી શકી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને શિખર ધવનનું પ્રદર્શન સારુ રહ્યું. સર્વોધિક 90 રન હાર્દિકે ત્યારબાદ શિખર ધવને 74 રન ફટકાર્યા. કેપ્ટન કોહલીએ ફરી એકવાર મેચમાં પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા.
An extraordinary innings from @gmaxi_32! 🌟🎇 #AUSvIND pic.twitter.com/KVp96JXd7R
— cricket.com.au (@cricketcomau) November 28, 2020
કોહલીએ 21 બોલમાં 21, મયંક અગ્રવાલે 22 , રવિન્દ્ર જાડેજાએ 25, લોકેશ રાહુલે 12 રનમાં પવેલિયનનો રસ્તો પકડ્યો. તો શ્રેયસ અય્યર પણ માત્ર 2 જ રન કરી શક્યો. કાંગારૂનું બોલિંગ પ્રદર્શન ભારતીય બોલર્સ કરતા સારું રહ્યું. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 4 અને જોશ હેઝલવુડે 3 વિકેટ ઝડપી. સિરીઝમાં કાંગારૂની સ્થિતિ 1-0થી મજબૂત બની ગઈ છે. ભારતે સિરીઝ જીતવા માટે હવે આગામી બંને મેચ જીતવી પડશે.
When openers go head to head 😏
— ICC (@ICC) November 27, 2020
David Warner ❌ Mayank Agarwal#AUSvIND pic.twitter.com/G8I0OT6O9X
કાંગારૂએ ઉંચુ લક્ષ્ય આપ્યું
આ પહેલાં ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતને 375 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચ અને સ્ટીવ સ્મીથે સદી ફટકારી ટીમને મજબૂત સ્કોર અપાવ્યો હતો. એરોન ફિન્ચે 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 114 રન ફટકાર્યા હતા. જ્યારે સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 105 રન બનાવ્યા હતા. એરોન ફિન્ચની આ 10મી સદી છે. જ્યારે સ્ટીવ સ્મીથે પોતાના કેરિયરની 17મી સદી ફટકારી હતી. આ બે ખેલાડી ઉપરાંત ગ્લેન મેક્સવેલનું બેટ પણ બોલ્યું. મેક્સીએ માત્ર 19 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી મોહમ્મદ સમીએ 3 તેમજ બુમરાહ, ચહલ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી હતી.
🏏 90 runs
— ICC (@ICC) November 27, 2020
⚪ 76 balls
💥 Seven 4️⃣s
🙌 Four 6️⃣s
Hardik Pandya smashed his career-best ODI score during the first #AUSvIND fixture, although it wasn’t enough to save the visitors from defeat 🇮🇳 pic.twitter.com/24GW7axLej
કેચ છોડ્યા, મેચ હાર્યા !
મેચ માટે એક કહેવત છે. ટેક કેચીસ, વિન મેચીસ. એટલે કે કેચ પકડો અને મેચ જીતો. ભારતીય ટીમને આ જે આ જ કહેવત પ્રમાણે અનુસરવાની જરૂર હતી. મેચમાં ખેલાડીઓએ ત્રણ કેચ છોડ્યા જેનુ નુકસાન ટીમને ચુકવવું પડ્યું.
India’s retro kit…
— cricket.com.au (@cricketcomau) November 27, 2020
Rate 👍 or hate 👎? #AUSvIND pic.twitter.com/DIRF7HT0Ly
ચહલ મોંઘો પડ્યો !
ભારત તરફથી સૌથી વધુ રન ચહલે આપ્યા. સપાટ પીચ હોવાથી બોલર્સને એટલી મદદ ન મળી. ચહલે 10 ઓવરમાં 89 રન આપ્યા. આ ઉપરાંત નવદીપ સૈનીને પણ 10 ઓવરમાં 83 રન પડ્યા. તો બુમરાહને 10 ઓવરમાં 73, રવિન્દ્ર જાડેજાને 10 ઓવરમાં 63 રન આપ્યા. શમીએ 10 ઓવરમાં 59 આપી 3 વિકેટ પણ ઝડપી.
The short balls from Australia so far today 🙌#AUSvIND pic.twitter.com/trx4tFubj2
— ICC (@ICC) November 27, 2020
હાજર રહ્યા દર્શકો
મેદાનની ક્ષમતા કરતા 50 ટકા દર્શકોને હાજર રહેવા છૂટ અપાઈ હતી. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે દર્શકોને એન્ટ્રી મળી હતી. સ્ટેડિયમમાં દર્શકોએ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી સહકાર આપ્યો હતો.
— ESPNcricinfo (@ESPNcricinfo) November 27, 2020
હવે ક્યારે મેચ છે ?
29 નવેમ્બરે ફરી આ જ મેદાન પર ભારત અને કાંગારૂની ટીમ ટકરાશે. ભારતીય ખેલાડીઓ મેચ જીતી સિરીઝમાં ટકી રહેવા માટે મહેનત કરશે. તો બીજી તરફ કાંગારૂ સિરીઝ પર કબજો મેળવવા માટે મેદાને ઉતરશે. ત્રીજી વન ડે મેચ 2 ડિસેમ્બરે કૈનબરામાં રમાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત