Homeગુર્જર નગરીઅત્યાર સુધી તો કોંગ્રેસમાંથી રાજીનામા પડતા હતા આ ભાજપમાંથી કેમ પડી ગયું...

અત્યાર સુધી તો કોંગ્રેસમાંથી રાજીનામા પડતા હતા આ ભાજપમાંથી કેમ પડી ગયું ?

ગોવાબાપા : ચાબુક એનું નામ મનસુખ વસાવા. ભરુચના એ સાંસદ છે. છેલ્લા બે વર્ષના ગુજરાતના રાજકારણ પર નજર નાખો તો મોટાભાગે એવું થાય છે ચાબુક કે કોંગ્રેસના જ નેતાઓની વિકેટ પડી ગઈ હોય. કોઈ ચૂંટણી આવે એટલે કોંગ્રેસના નેતાઓ ટપોટપ પડવા લાગે. રાજીનામું આપ્યા પછી ફરી ચૂંટણી યોજાઈ એમાં જીતે કાં ઘરે બેસે. હમણાં 8 જગ્યાએ પેટા ચૂંટણી હતી અને કોંગ્રેસ બધી બેઠક હારી ગઈ એ તેનું તાજુ ઉદાહરણ.

હવે આજે ખબર નહીં શું થઈ ગયું ? ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું. ઉલટી ગંગા વહેવા લાગી. જગમાલે ટીવી ઉપર આવતા આ સમાચાર જોયા તો એના મોઢામાંથીય પાણીનો કોગળો બહાર નીકળી ગયો. આખરે મનસુખભાઈ વસાવાને એવું શું થયું કે ભાજપમાંથી રાજીનામું આપી દીધું.

આ વાતની પાછી પુષ્ટિ કરનારા સી.આર.પાટીલ નીકળ્યા. એમણે જણાવ્યું કે, મનસુખભાઇ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામુ નથી આપ્યું, એમને રાજીનામુ આપીશ એવું જણાવ્યું છે. એમની અને મુખ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમની ફરજ છે લોકો માટે લડવાની એ લડી રહ્યા છે. પાર્ટી એમની સાથે છે.

હવે ચાબુક સ્પષ્ટ વાત છે કે મનસુખભાઈ વસાવાએ 14 કલાક પહેલા એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી હતી. એ પોસ્ટ સાથે તેમણે ઈકો સેન્સિટિવ ઝોનના કાયદા વિશેની વાત મૂકી હતી. એમાં કંઈ સરખું ન થયું એટલે મનસુખભાઈએ રાજીનામું આપી દીધું એવી જ વાતો થાય છે.

રાજીનામાના પત્રમાં મનસુખભાઈ વસાવા લખે છે કે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન જાય તે માટે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પક્ષે મારી ક્ષમતા કરતાં પણ ઘણું બધું મને આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું. શક્ય તેટલી પક્ષમાં પણ વફાદારી નીભાવી છે. મારી ભુલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ મને પક્ષ ક્ષમા કરે.

‘ગોવાબાપા હજુ હમણાં જ તો મનસુખ ભાઈ વસાવા ઉત્તર પ્રદેશમાં બન્યો એવો લવ જેહાદનો કાયદોય બનાવવાની વાત કરતા હતા.’

કોઈએ નવું રૂપ ધારણ કર્યું છે

આમ તો આ વાત આજ ચાબુકમાં આવી ગઈ પણ હું તો વાત કર્યા વિના રહી નથી શકતો. લાંબા સમય પછી નરેન્દ્રભાઈ મોદી ઉપર મમતા બેનર્જીએ પ્રહાર કર્યા છે અને આ પ્રહાર તેમના હાલના દેખાવ ઉપર છે.

તને તો ખબર જ છે કે નરેન્દ્રભાઈ બે લોકો જેવા લાગે છે. એક તો 25 ડિસેમ્બર હતી તો તેઓ બિલકુલ સાન્ટા જેવા લાગતા હતા. સોશિયલ મીડિયા પર તસવીરો પણ વાઈરલ થઈ હતી. બીજું કે બંગાળમાં ચૂંટણી આવે એ પહેલા જ તેમનો દેખાવ રવીન્દ્રનાથ ટાગોર જેવો લાગી રહ્યો છે. એમાંય મોરને ચણ નાખતી વખતે તો તેવો બિલકુલ ટાગોર જ લાગતા હતા. એમના પર ટીપ્પણી કરતા આજે બીરભૂમમાં મમતા બેનર્જીએ કહ્યું છે કે, ‘કોઈએ નવું રૂપ ધારણ કર્યું છે. કોઈ વખત ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર બને છે કોઈ વખત ગાંધીજી બને છે.’

હવે ટાગોરવાળી વાત તો મને સાચી લાગે છે કે મોદી સાહેબ ટાગોર જેવા લાગે છે તો ખરી પણ રહી વાત ગાંધીજીની તો એ વાત મમતાદીદીએ થોડીક વધારે જ કહી દીધી છે.      

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments