ગોવાબાપા : ગણતરીના કલાક જ થયા ચાબુક અને મનસુખ ભાઈનું મનદુ:ખ ભાજપે દૂર કરી નાખ્યું. જ્યારથી ચંદ્રકાંતભાઈ પાટીલે નિવેદન આપ્યું હતું કે તેમની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરીશું ત્યારથી લાગતું હતું કે મનસુખભાઈ ક્યાંય આઘાપાછા નહીં જાય.
કહી શકાય કે આ તો મનદુ:ખ દૂર કરવાનું નાટક હતું. બીજું કંઈ નહોતું. ગઈકાલે જમીન પર પડેલા વાસણ થોડી વારમાં જ હતા એમ જ અભેરાઈ પર ગોઠવાઈ ગયા. અને સવારમાં મુખ્યમંત્રી સાથે મળેલી બેઠકમાં મનસુખભાઈ વસાવાનું મનદુ:ખ દૂર થઈ ગયું.
મનદુ:ખ દૂર થયા પછી તે પત્રકાર મિત્રોને મળ્યા. પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે રાજીનામાનું કારણ જણાવ્યું કે, ‘‘સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ નહોતી. આ તો મારી નાદુરુસ્ત તબિયતના કારણે મેં ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. મને સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી. બધા મારી વાત સાંભળે છે. હું લોકસભા વિસ્તારનો પ્રવાસ કરી શકતો નથી એટલે ડોક્ટરની સલાહથી રાજીનામું આપ્યું હતું. અને ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી હતી. મને કમર અને ગરદનના ભાગે તકલીફ છે. હું લાંબો સમય સુધી બેસી નથી શકતો. 6 મહિનાની સારવારની જરૂર છે.’’
મેં તો ચાબુક આજ સુધી નથી સાંભળ્યું કે તબિયત ખરાબ હોય અને કોઈ નેતા પોતાના પદ પરથી રાજીનામું આપી દે. ગૃહમંત્રી અમિત શાહની તબિયત ખરાબ હતી તો એમણે ક્યાં રાજીનામું આપેલું? અરુણ જેટલીની તબિયત ખરાબ હતી છતાં તેઓ છેલ્લે સુધી કામ કરતા રહ્યા હતા. મનોહર પર્રિકરની તબિયત પણ ખરાબ હતી. એ ભગવાન જેવા માણસને તો કેન્સર હતું અને કેન્સર હોવા છતાં એ કામ કરતા રહ્યા હતા. અને મનસુખભાઈ ભાજપના જ એક એક નેતાઓની લાંબી લિસ્ટ આપીને જણાવું કે, જેઓ હોય તો બીમાર પણ છતાં એકધારા કામ કરતા રહ્યા હોઈ? આપની જ પાર્ટીના અસંખ્ય નેતાઓ છે જેઓ બીમાર હોવા છતાં કામ કરતા રહે છે. આપની જ પાર્ટીના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વહિવટની અઢળક જવાબદારીઓ નિભાવે છે અને કોરોનાકાળમાં એમણે કામ પણ અઢળક કર્યું છે. થાક અને બીમારી એમને પણ લાગતી હશે છતાં એમણે રાજીનામું નથી આપ્યું. આપની જ પાર્ટીના ગૃહમંત્રી અમિતભાઈ શાહને કોરોના થયો હોવા છતાં તેઓ ઘરે બેસીને કામ કરતા હતા. પદ પરથી રાજીનામું નહોતું આપ્યું. ધારાસભ્યોએ તો રસ્તાઓમાં રખડવાનું હોય. જનતાની વચ્ચે જવાનું હોય. વોકિંગ કરવાનું હોય. જિજ્ઞેશ મેવાણીનું જ ફેસબુક જુઓ. કાં ચાબુક
‘હા ગોવાબાપા.’
એ બેઠા ઓછા હોય છે અને જનતાની વચ્ચે વધારે હોય છે. ધારાસભ્યને તો કમરનો દુખાવો ન જ થવો જોઈએ. જૂનાગઢના એક સમયના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ આખો દિવસ લોકોનું કામ ચાલીને જ કરતા હોય છે. અને જો તબિયત ખરાબ હોય અને રાજીનામું આપવાનું હોય તો એ વાતની ચોખવટ પહેલા જ કરી લેવાયને. આ પત્રમાં ક્યાંય લખેલું છે. મને એક તો દેખાય ઓછું ને….

વાહ ભાજપ વાહ
હવે વાત ચાબુક ભાજપની. ગમે તે હોય, ભાજપની એક વાત ઉપર તો હું આફ્રિન થઈ જ ગયો છું. વાત છે મનામણીની. ગુજરાત ભાજપનો કોઈ પણ નેતા પાર્ટીમાંથી છૂટાછેડા લેવાનું નક્કી કરે એટલે ભાજપ ગમે તે ભોગે તેને મનાવી લે. જીતુભાઈ વાઘાણી વખતે પણ આ સિરસ્તો હતો અને એ જ પદ્ધતિ પાટીલ વખતે પણ ચાલુ જ છે. આ પહેલા પણ કેતન ઈનામદારનો મુદ્દો ગુજરાતમાં ચગ્યો હતો ત્યારે ભાજપે ગમે તેમ કરી એમને પાર્ટી સાથે જોડીને રાખ્યા અને હવે મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપવાની વાત વહેતી મૂકી તો આજ એમને પણ ભાજપે પોતાની સાથે જોડી રાખ્યા. ખબર નહીં આ કોંગ્રેસને ક્યારે આવડશે ? શું દેશની સૌથી જૂની પાર્ટીના નેતાઓને એક જ વાત આવડે છે? રાજીનામું આપતા. કૂદકો મારતા. વંડી ટપતા.
રાત્રિ કરફ્યૂમાં ફેરફાર
હવે ચાબુક છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. આવું હું નથી કહેતો પણ રાજ્યની નિમાયેલી કોર કમિટીની બેઠકમાં મુદ્દો ચર્ચાયો છે. એ પછી મહાનગરોમાં ધંધા રોજગારને અસર પડતો હોય સરકારે નાઈટ કરફ્યૂમાં એક કલાકની રાહત આપી દીધી છે. હવે એક જાન્યુઆરીથી નાઈટ કરફ્યૂ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. સમાચાર સમાપ્ત હુવે નમસ્કાર
‘હીહીહીહી ગોવી તો જો…!!! હજુ તો ઘણુંય બાકી છે.’
GPSCની પરીક્ષાની તારીખ
બીજા મહત્વના સમાચાર ચાબુક કે આજે GPSCની પરીક્ષાને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવે જે પરીક્ષા કોરોનાના કારણે મોફુક હતી એ 2થી 26 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે. આ પરીક્ષા પહેલા નવેમ્બર મહિનામાં મુલતવી રાખવામાં આવેલી.
સી-પ્લેન ઉડ્યું ખરું હો
ઘણા આજેય મને પૂછે છે કે ઓલુ અમદાવાદનું સી-પ્લેન છે એની આગળ સી એટલે કે દરિયો લાગતો હોવા છતાં એ નદીમાં કેમ ઉડે છે ? હવે અમારા ગામડાવાળાવને શું કહેવું? એક તો સાહેબ સોટી મારે ત્યારે માંડ માંડ સ્પેલિંગ આવડે અને સી જેવા સહેલા સ્પેલિંગ આવડે તો પાછા જેન્ટલમેન થઈને સામા સવાલોય કરતા થઈ જાય. એમાંય એક સવાલ પૂછી લેય તો તો હાથમાં ન રેય… હા મોજ હા કરવા માંડે.
‘હા મોજ હા…’ હવે મુદ્દે તો આવો.
એક મહિના પછી સી-પ્લેન સેવા પાછી શરૂ થઈ છે ચાબુક. ઓલુ પ્લેન કેવડિયાથી અમદાવાદ પહોંચી ગયું છે. જોકે એના સમયમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. દિવસમાં ચાર વખત ચાલુ રહેતી સી-પ્લેનની સુવિધાનો આજે 14 લોકોએ આનંદ ઉઠાવ્યો. તને સાચું કઉં આ સી પ્લેનના સમાચાર જ્યારે જ્યારે હું લખું ને ત્યારે ત્યારે મને બસ સ્ટેન્ડ જેવી ફિલીંગુ થઈ જાય છે.
કેજરીવાલનું ભડાકાવાળું ટ્વીટ
કેજરીવાલે દિલ્હીમાં સફળ અને સરસ રીતે શાસન ચલાવ્યું એ પછી તેમની પાર્ટીમાં જોમ અને જુસ્સો આવતો દેખાય છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી હવે ગુજરાતમાં પણ ગોપાલભાઈ ઈટાલિયાના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી સક્રીય થઈ છે. આજે કેજરીવાલે ટ્વીટ કરી એકના વિનાના બે નિશાના લગાવી દીધા. ટ્વીટમાં તેમણે એક વાત એ કહી કે ગુજરાતમાં લોકો ભાજપના શાસનથી તંગ છે. અને બીજી વાત એમ કહી કે ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે.
गुजरात के लोग भाजपा शासन से तंग आ चुके हैं। कांग्रेस ख़त्म हो चुकी है। दिल्ली में हुए “आप” सरकार के शानदार कामों से गुजरात के लोग बेहद प्रभावित हैं और आम आदमी पार्टी की ओर बड़ी उम्मीद से देख रहे हैं। https://t.co/OO6SXnDAaf
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 30, 2020
એટલે સાફ વાત છે કે એક વખત આમ આદમી પાર્ટીને તક આપો. મને તો એમેય લાગે છે ચાબુક કે કેજરીવાલે સત્તાધારી નહીં તો વિપક્ષ તરીકે સૌથી મોટી પાર્ટી બનાવવાનું ગુજરાતની જનતાને પોતાના ટ્વીટ થકી કહી જ દીધું છે, કારણ કે કોંગ્રેસ તો ગુજરાતમાં હાસ્યમાં ધકેલાઈ ગઈ છે. હવે લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો છે કે નહીં આ માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2022ની ચૂંટણીમાં ખ્યાલ આવી જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત