Homeગુર્જર નગરીગુજરાતના આ જિલ્લાના સરકારી કર્મચારીઓએ 18 કલાક કામ કરી 23 હજારથી વધુ...

ગુજરાતના આ જિલ્લાના સરકારી કર્મચારીઓએ 18 કલાક કામ કરી 23 હજારથી વધુ લોકોને રસી આપી

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મદિન નિમિર્તે રાજ્ય સરકાર દ્વારા જનહિતલક્ષી વિવિધ કાર્યો કરવાની સાથે કોરોના પ્રતિરોધક રસીકરણનું મહા અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત  પોરબંદર જિલ્લામાં તા.૧૭ ના રોજ જિલ્લાનાં ૧૯૬ જેટલા કેન્દ્ર તથા ૨૨ વેક્સિનેશન મોબાઇલ વાન મારફત સવારના ૭ વાગાથી રાત્રીના ૧૨:૩૦ કલાક સુધી યોજાયેલ સેવાયજ્ઞમાં જિલ્લાનાં ૨૩ હજારથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી મુકીને જિલ્લાના કર્મયોગીઓએ એક દિવસમાં મોટી સિધ્ધિ હાસલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિન નિમિતે ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં કોરોના પ્રતિરોધક રસીકરણ મહાઅભિયાન યોજાયુ હતું. પોરબંદર જિલ્લામાં આ મહા અભિયાન જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે અડવાણીનાં સંકલનમાં ટીમ પોરબંદર દ્વારા કાર્ય હાર્થ ધરાર્યુ હતું. જેમાં આરોગ્ય, શિક્ષણ, જિલ્લા પંચાયત, રેવન્યુ, પોલીસ સહિત વિભાગનાં કર્મચારીઓ, અધિકારીઓ, સવારનાં સાત વાગ્યાથી વેક્સિનેશન સેન્ટર પર જોડાયા હતાં.

જિલ્લામાં વધુને વધુ લોકો કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ તથા બીજો ડોઝ મુકાવે તે માટે દરેક સેન્ટર રાત્રીનાં ૧૨:૩૦ કલાક સુધી ચાલુ હતા. કર્મચારીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત પોરબંદર તાલુકામા ૭૨ ટકાથી વધુ કામગીરી, રાણાવાવ તાલુકાએ ૪૯ ટકા કામગીરી તથા કુતિયાણા તાલુકા ટીમે ૪૭ ટકાથી વધુ કામગીરી કરવામા આવી હતી.

શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં સેન્ટરો રાત્રી સુધી ચાલુ રખાયા હતા. જેથી નોકરી કે ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ રાત્રે પણ રસીકરણ મથક પર જઇને રસી મુકાવી શકે. તે ઉદેશ સાથે મોડી રાત સુધી કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. જિલ્લા કલેકટર અશોક શર્મા તથા જિલ્લા વિકાસ અધિકારી વિ.કે. અડવાણી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જે નાગરીકોએ  કોરોના પ્રતિરોધક રસી મુકાવી નથી તેઓ વહેલી તકે નજીકનાં રસીકરણ કેન્દ્ર પર જઇને રસી મુકાવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments