Team Chabuk-Gujarat Desk: ગુજરાતના નવા મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે અને હવે તેઓને રહેવા માટે ગાંધીનગરમાં બંગલાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 25 મંત્રીઓને બંગલાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. બંગલાની ફાળવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
ક્યા મંત્રીને ક્યા નંબરનો બંગલો ફાળવાયો
| મંત્રીનું નામ | બંગલા નંબર |
| ભૂપેન્દ્ર પટેલ | 26 |
| રાજેન્દ્ર ત્રિવેદી | 06 |
| જીતુ વાઘાણી | 04 |
| ઋષિકેશ પટેલ | 21 |
| પુર્ણેશ મોદી | 11 |
| રાઘવજી પટેલ | 37 |
| કનુ દેસાઈ | 22 |
| કિરીટસિંહ રાણા | 10 |
| નરેશ પટેલ | 33 |
| પ્રદિપ પરમાર | 38 |
| અર્જુનસિંહ ચૌહાણ | 30 |
| હર્ષ સંઘવી | 19 |
| જગદીશ પંચાલ | 18 |
| જીતુ ચૌધરી | 03 |
| બ્રિજેશ મેરજા | 05 |
| મનિષા વકીલ | 16 |
| નિમિષા સુથાર | 29 |
| મુકેશ પટેલ | 20 |
| અરવિંદ રૈયાણી | 23 |
| કુબેર ડિંડોર | 12 |
| કીર્તિસિંહ વાઘેલા | 35 |
| ગજેન્દ્રસિંહ પરમાર | 36 |
| આર.સી.મકવાણા | 31 |
| વિનોદ મોરડિયા | 15 |
| દેવા માલમ | 14 |
13 નંબરનો બંગલો જ નથી
મહત્વનું છે કે, ગુજરાતના મંત્રીઓને ફાળવવામાં આવતા બંગલાઓમાં 13 નંબરનો બંગલો જ નથી રાખવામાં આવ્યો. 13 નંબરનો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે ત્યારે 13 નંબરનો કોઈ બંગલો જ નથી. 12 પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે.
1 નંબરના બંગલોમાં રહે તે પાંચ વર્ષ પૂરા કરી શકતા નથી
એક એવી પણ માન્યતા છે કે, ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી. કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો, એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ હતી.
26 નંબરના બંગલોમાં રહેલા અનેક નેતા મુખ્યમંત્રી બન્યા
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટૂ મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમનેમુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી બીજા નંબરે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો. એ પછી તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસના શીરે આવી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત