Homeવિશેષબિલ્ડિંગ્સ તો બહુ જોઈ હશે પરંતુ આવી નહીં ! જાણો 360 ડિગ્રી...

બિલ્ડિંગ્સ તો બહુ જોઈ હશે પરંતુ આવી નહીં ! જાણો 360 ડિગ્રી સુધી ફરતી અને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બિલ્ડિંગ વિશે

Team Chabuk-Special Desk: ઉંચી ઉંચી ઈમારતો હવે શહેરોની શાન બની રહી છે. દરેક શહેર પાસે પોતાની ખાસ પ્રકારની ઈમારતો હોય છે. દુબઈની બુર્જ ખલિફા આજે દુબઈની ઓળખ બની ગઈ છે. અમદાવાદની પતંગ હોટલ બિલ્ડિંગ અમદાવાદની શાન ગણાય છે. ત્યારે આજે વાત કરવી છે આવી કેટલીક અનોખી બિલ્ડિંગની. જે આજે વિશ્વભરમાં જાણીતી બની ગઈ છે. શું છે ખાસ આ બિલ્ડિંગમાં આવો જોઈએ.

અગોરા ટાવર

આ બિલ્ડિંગ તાઈવાનના એક શહેરમાં આવેલી છે. તાઉ-જુ-ઈન યુહાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડિંગને હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એટલે જ આ બિલ્ડિંગમાં ઉપરથી લઈને નીચે સુધી ચારે તરફ અલગ અલગ છોડ રોપવામાં આવ્યા છે. છોડ લગાવેલા હોવાથી આ બિલ્ડિંગનો નજારો ખુબ સુદર જોવા મળે છે. એવું લાગે છે જાણે વૃક્ષોની વચ્ચે આ બિલ્ડિંગ હોય. આ બિલ્ડિંગમાં ફળ અને શાકભાજીના છોડ પણ રોપવામાં આવ્યા છે. આ બિલ્ડિંગને DNA આકારની બનાવાઈ છે. જેનાથી આ બિલ્ડિંગની ડિઝાઈન અન્ય બિલ્ડિંગથી અલગ ઉતરી આવે છે. 20 માળની આ બિલ્ડિંગમાં 40 સ્વીમિંગ પૂલ, જીમ અને અલગ-અલગ ઈન્ડોર સ્ટેડિયમ આવેલા છે. એટલું જ નહીં આ બિલ્ડિંગની છત પર સોલાર સિસ્ટમ લાગેલી છે. જેથી આ બિલ્ડિંગમાં રહેનારા એક પણ વ્યક્તિને વીજળીની સમસ્યા નથી. આ બિલ્ડિંગનું ગ્લાસથી લઈને તમામ મટિરિયલ હાઈટેક છે. એટલે જ જેટલી બહારથી આ બિલ્ડિંગ સુદર દેખાય છે તેટલી જ અંદરથી પણ જોવા મળે છે. 2010માં આ બિલ્ડિંગને બનાવવાની શરૂઆત કરાઈ હતી જે 2017માં બનીને તૈયાર થઈ ગઈ હતી.

પેનુમ્બરા

ફ્રાન્સના એક વિદ્યાર્થીએ એવું કારનામુ કર્યું હતું જેને જોઈને દુનિયાભરના દેશોએ તેની સરાહના કરી. તેણે એવી બારી બનાવી છે જેને સૂર્યપ્રકાશ માટે આમ-તેમ નથી કરવી પડતી. એટલે કે, બારી જાતે જ સૂર્યપ્રકાશ અનુસાર ગોઠવાઈ જાય છે અને પ્રકાશને અંદર આવતા રોકે છે. આ બારી માત્ર આજુ-બાજુમાં જ નહીં પરંતુ જરૂર પ્રમાણે સૂર્યપ્રકાશને રોકવા માટે ઉપર નીચે પણ થઈ જાય છે.

રેફ્ફલ્સ સિટી ચોંગક્વિંગ

આ બિલ્ડિંગને ચાઈનામાંચોંગક્વિંગ શહેરમાં બનાવાઈ છે. આ બિલ્ડિંગને બનાવવા માટે પહેલાં છ ટાવરને 28-28 માળ સુધી બનાવાઈ. ત્યારબાદ તેના પર ચાર ટાવર પર સ્કાઈવોક બનાવાયો. જેથી આ બિલ્ડિંગ એક અજાયબી બની ગઈ. આ સ્કાયવોકની લંબાઈ 300 મીટર છે. આ સ્કાયવોકમાં જીમ, સ્વિમિંગપુલ, ક્લબ અને ગાર્ડન પણ ઉપલબ્ધ છે. આ સ્કાયવોકમાં 3 હજાર ગ્લાસપેનલ અને 5 હજાર એલ્યુમિનિયમ પેનલ લગાવાઈ છે. આ બિલ્ડિંગમાં લગ્ઝુરિયસ ફ્લેટ, હોટલ, શોપિંગ સેન્ટર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બાકીના બે ટાવર પર હેલિપેડ બનાવાયા છે. જેથી કોઈ પણ વીઆઈપી વ્યક્તિ આ બિલ્ડિંગની ઉપર ઉતરી શકે. આ બિલ્ડિંગને 2013માં બનાવવાનું શરૂ કરાયું હતું. 2020માં આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ હતી.

ધ ડાયનામિક ટાવર

દુબઈમાં 80 માળની આ બિલ્ડિંગ 2020માં જ તૈયાર થઈ છે. ઈટલીના આર્કિટેક્ટર ડેવિડ ફિસર નામના આર્કિટેક્ચરે આ બિલ્ડિંગ તૈયાર કરી છે. આ બિલ્ડિંગની ખાસિયત છે કે બિલ્ડિંગના દરેક ફ્લોરને 360 ડિગ્રી ફેરવી શકાય છે. જેથી આ બિલ્ડિંગ હંમેશા ફરતી રહે છે. જેથી આ બિલ્ડિંગ બહું જ સુંદર અને આશ્ચર્ય પમાડે તેવી છે. આ બિલ્ડિંગના કોઈ પણ ફ્લોર પરથી દુબઈની ઉંચી બિલ્ડિંગ્સ, રણ તેમજ દરિયો જોઈ શકો છો. 2008માં આ બિલ્ડિંગને બનાવાની શરૂઆત કરાઈ હતી. 12 બર્ષમાં આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ હતી.

સોંગજિઆન હોટલ

આ બિલ્ડિંગ ચાઈનાના સાંઘાઈ શહેરમાં છે. આ બિલ્ડિંગ એટલા માટે ખાસ છે કારણ કે આ આ બિલ્ડિંગને જમીન પર નહીં પરંતુ બે પર્વત વચ્ચે બનાવાઈ છે. એટલું જ નહીં આ બિલ્ડિંગ અંદર અન્ડર વોટર બિલ્ડિંગ બનાવાઈ છે. જેથી અહીં જનારા વ્યક્તિ સમુદ્ર જીવો વચ્ચે લંચ અને ડિનર લઈ શકે છે. આ બિલ્ડિંગમાં અંડર વોટર રૂમ્સ પણ આવેલા છે.

સેન્ડ્સ સ્કાઈપાર્ક બિલ્ડિંગ

આ બિલ્ડિંગ સિંગાપોરમાં આવેલી છે. આ બિલ્ડિંગની ખાસ વાત એ છે કે, અહીં 52-52 માળના ત્રણ ટાવર પર એક વિશાળ સ્કાયવોક બનાવાયો છે. તેમજ આ સ્કાયવોક પર એક લાંબો સ્વિમિંગપુલ છે જ્યાંથી સમગ્ર સિંગાપોરના અદભૂત નજારાને માણી શકાય છે. આ સ્વિમિંગપુલને દુનિયાના સૌથી સારા સ્વિમિંગપુલની લિસ્ટમાં પણ સ્થાન અપાયું છે. આ સ્કાયવોકમાં પાર્ક તેમજ અલગ-અલગ રમતોના સ્ટેડિયમ, ક્લબ બનાવવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments