Homeગુર્જર નગરીGPSC વર્ગ 1 અને 2ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવામાં...

GPSC વર્ગ 1 અને 2ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવામાં આવશે મુખ્ય પરીક્ષા

Team Chabuk-Gujarat Desk: GPSC દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પ્રાથમિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે તેવી જાહેરાત પણ GPSC દ્વારા કરવામાં આવી છે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ રજિસ્ટ્રાર સહિતની વર્ગ-1ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે.

વર્ગ-2માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ  લેવામાં આવશે. આયોગ દ્વારા વર્ગ 1 અને 2ના કુલ 6152 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ કરવામાં આવ્યા છે. સાથે જ ક્લાસ 1 અને 2ની 244 જગ્યાઓની પ્રાથમિક કસોટીના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે. 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC ક્લાસ 1 અને 2ની પ્રાથમિક પરીક્ષાનું પરીણામ જાહેર કરાતા ઉમેદવારોમાં પણ ખુશી જોવા મળી રહી છે. 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ જગ્યાઓ જેવી કે, નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 20, જિલ્લા/નાયબ રજિસ્ટ્રારની કુલ 3, સહાયક રાજ્યવેરા કમિશનરની કુલ 42, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 1 એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ 81 જગ્યાઓ તથા સેક્શન અધિકારી (સચિવાલય) ની 9, સેક્શન અધિકારી (વિધાનસભા)ની કુલ 1, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કુલ 7, રાજ્ય વેરા અધિકારીની કુલ 74, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ 25, સરકારી શ્રમ અધિકારીની કુલ 25, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વિચરતીની કુલ 2 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 143 જગ્યાઓ એમ સંકલિત કુલ 224 જગ્યાઓ માટે 15 નવેમ્બર 2020 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રાથમિક કસોટી 21 માર્ચ, 2021ના રોજ યોજવામાં આવી હતી. 

મુખ્ય લેખિત પરીક્ષા 19, 21 અને 23 જુલાઈના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં કુલ 6 પ્રશ્નપત્રો હશે. પ્રશ્નપત્ર-1 : ગુજરાતી; પ્રશ્નપત્ર-2 : અંગ્રેજી, પ્રશ્નપત્ર-3 : નિબંધ; પ્રશ્નપત્ર-4 : સામાન્ય અભ્યાસ-1; પ્રશ્નપત્ર-5 : સામાન્ય અભ્યાસ-૨ અને પ્રશ્નપત્ર-6 : સામાન્ય અભ્યાસ-3. 

અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં, જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. 

મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર, 2021માં જાહેર થશે. જગ્યાની સામે આશરે ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂ ડિસેમ્બરમાં થશે અને આખરી પરિણામ 31 ડિસેમ્બર, 2021 પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments