Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઝેરી દારૂ પીવાના કારણે 22 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે અસંખ્ય લોકો ગંભીર રીતે બીમાર અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સ્થિતની ગંભીરતાને જોતા અટકળ લગાવવામાં આવી રહી છે કે આવનારા સમયમાં સંખ્યામાં વધારો થઈ શકે છે. સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાને ગંભીરતાથી લેતા દોષિતો પર કડકમાં કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. પોલીસ અને મોટા અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી છે. ગ્રામ્યજનોનાં આક્રોશને જોતા મોટી સંખ્યામાં પોલીસ બળ ખડેપગે રાખવામાં આવ્યું છે.
આ સમગ્ર ઘટના કાંઈક એવી છે કે, અલીગઢના લોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની એક દુકાન આવેલી છે. 27 મેના રોજ અહીંથી કેટલાક લોકોએ દારૂ પીધો હતો. જે પછી આ લોકોની તબિયત લથડી ગઈ. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. હાલ સુધી મૃતકોનો આંકડો 22 છે. પણ આંકડો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 6 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે અને બે લોકો હજુ પણ ફરાર છે જેના પર 50-50 હજારનું ઈનામ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
जनपद #अलीगढ़ के मलखान सिंह जिला चिकित्सालय में @adgzoneagra @Rajeevkrishna69 के साथ #digrangealigarh @DeepakKumarIPS2 द्वारा इलाज करा रहे मरीजों का जाना हाल, अलीगढ़ के थाना लोधा क्षेत्र अन्तर्गत शराब का सेवन करने से बिगड़ी थी हालत, सम्बन्धित को समुचित इलाज हेतु दिये निर्देश। pic.twitter.com/NHTfiwGu05
— DIG Range Aligarh (@igrangealigarh) May 28, 2021
સમાચાર મુજબ ગામની આસપાસના કેટલાક લોકોએ આ દારૂ ખરીદ્યો હતો. ઝેરીલી દારૂ પીવાના કારણે જે લોકોના મોત થયા છે તે કારસુઆ, નામાના, હેવતપુ, અંડલા વગેરે ગામના લોકો છે. અલીગઢના જિલ્લા અધિકારી ચંદ્રભૂષણ સિંહે કહ્યું છે કે, આ સમગ્ર ઘટનામાં પોલીસ અને પ્રશાસન પોતાની કામગીરી નિભાવી રહ્યું છે. દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનામાં દોષિતો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડીઆઈડી રેન્જ અલીગઢ દીપક કુમારે કહ્યું છે કે, આરોપી ઋષિ શર્મા અને વિપિન યાદવ પર 50-50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું છે. તેમના અંગે જે પણ વ્યક્તિ પોલીસને સૂચિત કરશે તેમને ઈનામની આ રકમ આપવામાં આવશે. આ સાથે જ દેશી દારૂની એ યમરાજ સમકક્ષ જગ્યાને ખંભાતી તાળું મારી દેવામાં આવ્યું છે.
આ ઘટના અંગે સીએમ યોગી આદિત્યનાથે આબકારી અને ગૃહ વિભાગના અધિકારીઓને આગળ કર્યા છે. તેમણે કહ્યું છે કે, જો આવા ખોટા દારૂનું વેચાણ સરકારી દુકાનમાંથી થયું છે તો એ દુકાનને સીલ કરી દેવામાં આવે અને દોષિતો પર એનએસએ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ દોષિઓની સંપત્તિ જપ્ત કરી તેની હરરાજી કરવામાં આવે અને તેમાંથી મળનારી રકમ મૃતકોનાં પરિવારજનોને આપી દેવામાં આવે.
अलीगढ़ में हुई दुखद घटना के बाद #ADGZoneAgra @Rajeevkrishna69 ने तत्काल अभी तक की पुलिस कार्यवाही की समीक्षा की तथा निर्देश दिये और उपचाराधीन लोगों का अस्पताल जाकर हालचाल लिया। मुख्य अभियुक्तों की गिरफ्तारी के लिए 50000 रुपये का इनाम घोषित किया l@CMOfficeUP@homeupgov@Uppolice pic.twitter.com/ZnG5ryTiPH
— ADG ZONE AGRA (@adgzoneagra) May 28, 2021
આ ઘટનામાં જિલ્લા અધિકારી ધીર શર્મા, પ્રધાન આબકારી ઓફિસર ક્ષેત્ર-3 અશોક કુમાર અને આબકારી અધિકારી અલીગઢ ધીરજ શર્માને તેમના પદ પરથી નિલંબિત કરી દેવામાં આવ્યા છે. સાથે જ મુખ્યમંત્રીના આદેશ બાદ 48 કલાકનું વિશેષ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. અધિકૃત આબકારી દુકાનોના સ્ટોકની તપાસ કરવામાં આવશે. 31 મેનાં રોજ આબકારી અને ગૃહ વિભાગના અધિકારીઓને આ અંગેની જાણકારી મોકલવામાં આવશે.
અલીગઢમાં ઝેરીલી દારૂ પીવાના કારણે 22 લોકોના મોત થયા બાદ ઉત્તર પ્રદેશની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાયબરેલીમાં દારૂના આવા હાટડા ચલાવતા વેપારીઓ પર પોલીસ એક્શન લેવા માટે પહોંચી ત્યારે પોલીસ પર પથરાવની ઘટના બની હતી. 28 મેના રોજ પોલીસના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ કે પોલીસની ટીમે તળાવમાં કૂદીને પોતાનો જીવ બચાવવો પડ્યો. સૂચના મળવા પર પોલીસની બીજી ટૂકડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસ અધિકારીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી. રાયબરેલીના એસપી શ્લોક કુમારે કહ્યું કે, આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય લોકો જે આ ઘટનામાં સામેલ છે તેમની પણ ધરપકડ જલ્દી જ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત