શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓનું શાસન સ્થપાયું છે. અમર શહીદ ધાનાબાપા બારડ, રાજ્યના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાન બારડનું વતન એવું બાદલપરા ગામ અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે.
સામાજિક અને સર્વાંગી વિકાસના પર્યાય એવા બાદલપરા ગામમાં મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પૂરું પાડવાની નેમ સાથે ગામમાં સ્ત્રી અનામત ના હોવા છતાં મહિલાઓને જ 20 વર્ષથી ગ્રામપંચાયતમાં સતાનું સુકાન સોંપવામાં આવે છે. ગ્રામજનો દ્વારા સર્વાનુમતે જ્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે મહિલાઓને સત્તાના સ્થાને બેસાડે છે ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગામ બનાવવામાં સફળ રહી છે.
આદર્શ સાથે આધુનિક બાદલપરા ગામ સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નળની સુવિધાથી સજ્જ બન્યું છે. બાદલપરા ગામમાં આ વખતે અનુસૂચિત અનામત હોવાથી ગામના અનુસૂચિત સમુદાયમાંથી કાન્તાબેન વાળાની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યોની બિનહરીફ વરણી સાથે છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે.
છેલ્લી પાંચ ટર્મમાં એટલે કે ૨૦ વર્ષમાં મહિલાઓના રાજમાં બાદલપરા ગામ અનેક એવોર્ડથી વિજેતા બન્યું છે.ગામની સમરસ મહિલા સરપંચ બોડી ગામના વિકાસને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત