Team Chabuk-Gujarat Desk: હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આજે મુચકુંદ ગુફા ખાતે 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુના સાનિધ્યમાં સંસારમાં રહી પરિવાર સાથે સંસારનું સુખ ભોગવતા 21 થી વધુ લોકોએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. સનાતન ધર્મ અને હિન્દુ સંપ્રદાયની રક્ષા માટેના ધ્યેયને પોતાનું જીવન લક્ષ્ય માન્યું હતું.
તમામ લોકોને દીક્ષા જુના અખાડાના મહામંડલેશ્વર અને મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ 21 જેટલા લોકોએ સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પથ અપનાવ્યો હતો. જે લોકોને દીક્ષા આપવામાં આવી હતી. તે લોકોનું મૂળદાન કરી અને તેનું પિંડદાન કરાવવામાં આવ્યું હતું. પિંડદાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેઓની નામકરણ વિધિ પણ કરાવવામાં આવી હતી આ તમામ સંસારીઓ એ પોતાનું મૂળ નામ અને પોતાનો પરિવારનો ત્યાગ કર્યો હતો.

આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતું કે આજે દામોદર ઘાટ પાસે આવેલ મુચકુંદ ગુફા ખાતે 21 જેટલા સંસારી લોકોએ સંસાર છોડી સન્યાસી યાત્રા અને નવા જીવનની શરૂઆત કરી છે. સનાતન ધર્મની સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું છે. અત્યાર સુધીમાં અહી મારા સાનિધ્યમાં 500 થી વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સનાતનની સેવામાં લાગેલા છે.

ગુરુ મહિમાની વાત કરતા 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુ મતલબ જ થાય છે અંધકારને દૂર કરનાર. જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ જીવનમાં ભરી દે એ ગુરુ છે. આપણા જીવનમાં જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે ત્રણ વ્યક્તિનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેમાં માત પિતા અને ગુરુ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
