Homeગામનાં ચોરેClerk Recruitment 2023: સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બેંકમાં...

Clerk Recruitment 2023: સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બેંકમાં 4000 થી વધારે પદ પર નિકળી ભરતી, જાણો વધુ વિગતો

Team Chabuk-National Desk: IBPS Clerk Recruitment 2023: બેંકની નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS ક્લાર્ક ભરતી 2023 માટે 1 જુલાઈથી ઑનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibpsc.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

IBPS ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર 2023માં પ્રારંભિક પરીક્ષા આયોજિત કરશે અને મુખ્ય પરીક્ષા ઑક્ટોબર 2023માં લેવામાં આવશે. આ ભરતી અભિયાન સાથે, IBPS 4044 જગ્યાઓ ભરશે. IBPS CRP ક્લેરિકલ કેડર XIII માટે નોંધણીની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે.

વય મર્યાદા 20 થી 28 વર્ષની વચ્ચે છે. સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પરંતુ તેમની લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હોવી જોઈએ. જો કે, સરકારના ધારાધોરણો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

Clerk Recruitment 2023

સત્તાવાર સૂચના મુજબ, પ્રિલિમ પરીક્ષા 100 ગુણની હશે. પેપરને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે. અંગ્રેજી ભાષામાં 30 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ ​​એબિલિટીમાં 35 પ્રશ્નો અને રિઝનિંગ એબિલિટીમાં 35 પ્રશ્નો હશે. દરેક પ્રશ્ન એક માર્કનો રહેશે. મુખ્ય પરીક્ષા 200 ગુણની હશે. પેપરને ચાર વિભાગમાં વહેંચવામાં આવશે. સામાન્ય/નાણાકીય જાગૃતિ 50 માર્કની હશે અને તેમાં 50 પ્રશ્નો હશે. સામાન્ય અંગ્રેજી 40 માર્કસનું હશે અને તેમાં 40 પ્રશ્નો હશે. રિઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર અવેરનેસ 60 માર્કની હશે અને તેમાં 50 પ્રશ્નો હશે, અને ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડ 50 માર્ક્સની હશે અને 50 પ્રશ્નો હશે.

પ્રિલિમ પરીક્ષા ઓગસ્ટ/સપ્ટેમ્બર 2023માં લેવામાં આવશે જ્યારે મુખ્ય પરીક્ષા ઓક્ટોબર 2023માં લેવામાં આવશે. પ્રોવિઝનલ એલોટમેન્ટ લિસ્ટ એપ્રિલ 2024માં બહાર પાડવામાં આવશે. સૂચના મુજબ, સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 850 છે, અને SC/ST/PWD/EXSM ઉમેદવારો માટે અરજી ફી રૂ. 175 છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments