Team Chabuk-Sports Desk: ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)નો રોમાંચ હાલ ચરમસીમાએ છે. તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે રેસ લગાવી રહી છે. ત્યારે ગઈકાલે ગુરુવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં એક ઈતિહાસ રચાયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના યુવા બોલર ઉમરાન મલિકે IPL 2022નો સૌથી ઝડપી બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો છે. ઉમરાન મલિકે IPL 2022નો સૌથી ઝડપી બોલ અને IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. ઉમરાન મલિકે ફેંકેલા આ બોલની સ્પીડ 157 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ભલે હારી ગઈ હોય પરંતુ ઉમરાન મલિકના આ ઝડપી બોલે ભારતીય ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. ઉમરાન મલિકે દિલ્હી કેપિટલ્સ સામે 4 ઓવર નાંખી જેમાં તેણે 13ની ઈકોનોમીથી 52 રન આપ્યા. આમ ઉમરાન મલિક ટીમ માટે ખર્ચાળ સાબિત થયો, પરંતુ તેણે ઇનિંગની 20મી ઓવરમાં પોતાના બોલની સ્પીડથી બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલા ઉમરાન મલિકે કહ્યું હતું કે, તે 155ની સ્પીડથી બોલિંગ કરવા માંગે છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે આ સપનું પૂરું પણ કર્યું. ઉમરાન મલિકે 20મી ઓવરનો ચોથો બોલ 157 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. આ પછી તેણે તે પછીનો બોલ 156 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો. જોકે, તેની 4 ઓવરમાં તે દિલ્હી કેપિટલ્સના કોઈપણ બેટ્સમેનને આઉટ કરી શક્યો ન હતો.

ઉમરાન મલિકની 157 કિમી પ્રતિ કલાકની ઝડપે નાખવામાં આવેલો બોલ આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી ઝડપી બોલ છે. અગાઉ 2011માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શૌન ટૈટે 157.71ની સ્પીડથી બોલ ફેંક્યો હતો, તે બોલ હજુ પણ આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉમરાન મલિક આગામી મેચોમાં આ રેકોર્ડ તોડી શકશે અને IPLમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર પ્રથમ બોલર બની જશે.
જો કે, ઉમરાન મલિક જે સ્પીડે બોલ ફેંકી રહ્યો છે તે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં નવો કિર્તીમાન રચી રહ્યો છે. કેમ કે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સ્પીડથી બોલ ફેંકવામાં ઉમરાન મલિક ટોપ પર છે.
IPL ઈતિહાસનો ફાસ્ટ બોલ
| શૌન ટૈટ | 157.3 કિ.મી. પ્રતિ કલાક |
| ઉમરાન મલિક | 157 કિ.મી. પ્રતિ કલાક |
| એનરિચ નોર્ત્ઝે | 156.2 કિ.મી. પ્રતિ કલાક |
| ઉમરાન મલિક | 156 કિ.મી. પ્રતિ કલાક |
| એનરિચ નોર્ત્ઝે | 155.2 કિ.મી. પ્રતિ કલાક |
ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ભારતીય બોલર
| ઉમરાન મલિક | 157 કિ.મી. પ્રતિ કલાક |
| ઉમરાન મલિક | 156 કિ.મી. પ્રતિ કલાક |
| ઉમરાન મલિક | 154 કિ.મી. પ્રતિ કલાક |
| ઈરફાન પઠાણ | 153.7 કિ.મી. પ્રતિ કલાક |
| મહોમ્મદ શામી | 153.3 કિ.મી. પ્રતિ કલાક |
| જસપ્રિત બુમરાહ | 153.26 કિ.મી. પ્રતિ કલાક |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત