Team Chabuk-Gujarat Desk: ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ (science Streme) અને સામાન્ય પ્રવાહ (આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમ)નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ જોઇ શકશે. સવારે 9 કલાકેથી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાય છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઉંચુ 92.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.97 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં સારું પરિણામ આવ્યું છે. ગત વર્ષ 2023 કરતાં વર્ષ 2024નું પરિણામ 16.87 ટકા વધ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 127 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું 82.35 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું 82.53 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં એ અને બી ગ્રુપના મળીને કુલ 1034 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઉંચુ પરિણામ બોટાદ જિલ્લાનું 96.40 ટકા આવ્યું છે અને સૌથી નીચું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા પરિણામ આવ્યું છે. સૌથી નીચું પરિણામ ખાવડા કેન્દ્રનું 51.11 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ 2023 કરતાં વર્ષ 2024નું પરિણામ 18.66 ટકા વધ્યું છે. સામાન્ય પ્રવાહમાં 1609 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું 94.36 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું 89.45 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 4607 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જોઇ શકાશે. આ પરિણામ જોવા માટે વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો. “Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે. ત્યારબાદ તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે. “Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો. ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે. તમારા રિઝલ્ટની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે.
મહત્વનું છે કે, ગુજરાત બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો 1,37,700 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ