Team Chabuk-Gujarat Desk: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) 1 એપ્રિલથી વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે. આ પરીક્ષા 19 દિવસ ચાલશે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જાહેરાત નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ પરીક્ષાઓ તારીખ 8મી મે સુધી ચાલશે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે.
મહિલાઓ અને દિવ્યાંગોને પોતાના જિલ્લામાં કે નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ આચારસંહિતા લાગુ પડશે નહીં. પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. ચૂંટણીમાં મતદાનના દિવસે જો પરીક્ષા હશે તો એ દિવસે પરીક્ષા રદ કરી અન્ય દિવસે યોજવામાં આવશે. પ્રથમ કોમ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને કોમ્યુટર આધારિત પરીક્ષાની જાણકારી માટે મંડળની વેબસાઈટ પર રાખેલ લિંક દ્વારા જાણકારી મેળવી શકશે.

સ્ક્રીનિંગ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝન આંસર કી વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ ફાઈનલ આન્સર કી મૂકવાની કામગીરી થશે.બંને ગ્રુપ પસંદ કરેલ ઉમેદવારો બંને પરીક્ષા આપી શકે એ માટે અલગ અલગ આયોજન કર્યું છે. ઓગસ્ટ મહિના સુધી ફાઈનલ પરીક્ષા પૂર્ણ થાય એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. 100 માર્કની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. 21 માર્ચ થી ઉમેદવારો પોતાના કોલલેટર ડાઉન લોડ કરી શકશે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર