Homeગુર્જર નગરીધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું, છોકરા કરતાં છોકરીઓએ બાજી...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું, છોકરા કરતાં છોકરીઓએ બાજી મારી

Team Chabuk-Gujarat Desk: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે. હાલ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ રહ્યા છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે. ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી બેઠક નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. ગત વર્ષે 2022માં ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો.

doctor plus

પરિણામની મહત્વની વાતો

  • સૌથી વધુ પરિણામનો જિલ્લો કચ્છ- 84.59 ટકા
  • સૌથી ઓછા પરિણામનો જિલ્લો 54.67 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા- 36.28
  • 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ
  • વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા
  • વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા
  • વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ
  • 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા- 44
  • દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા- 3097
  • 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા- 638
  • ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી- 33.86 ટકા

ગ્રેડ પ્રમાણે પરિણામ

A11,874
A220,896
B151,607
B282,527
C11,00,699
C276,352
D11,936
E1131
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments