Team Chabuk-Entertainment Desk: સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાનની બોલિવુડમાં ડેબ્યુ કરનાર અને અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી (Palak Tiwari) પોતાની સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. 22 વર્ષની પલક તિવારી પોતાના સુંદર લુકથી અનેક અભિનેત્રીને પાછળ છોડી રહી છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો પોસ્ટ કરીને પોતાનો જાદુ પાથરતી હોય છે ત્યારે હાલમાં જ તેના સ્વીમ શૂટ પહેરેલા ફોટો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યા છે.


પલક તિવારી હાલ માલદિવ્સમાં વેકેશનની મજા માણી રહી છે. ત્યારે પલક તિવારીએ માલદિવ્સ વેકેશન દરમિયાન સ્વિમશૂટ પહેરીને સ્વિમિંગ પુલમાં ફોટો ક્લિક કરાવ્યા છે અને આ ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. બ્લુ કલરના સ્વિમશૂટમાં પલત તિવારી ખુબ જ સુંદર લાગી રહી છે.

સ્વિમિંગપુલમાં પલત તિવારી ફૂડ એન્જોય કરી રહી છે. પલક તિવારીના આ ફોટો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે અને ફેન્સ તેની આ પોસ્ટ પર વિવિધ કોમેન્ટસ કરીને પલક તિવારીના વખાણ કરી રહ્યા છે.


આ ઉપરાંત પલક તિવારીએ માલદિવ્સ વેકેશનના અન્ય ફોટો પણ પોસ્ટ કર્યા છે. જેમાં તે બીચ પર વોક કરતી જોવા મળી રહી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત