Homeગુર્જર નગરીઅમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રન, SG હાઈવે પર કારની અડફેટે માતા-દીકરીનું...

અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રન, SG હાઈવે પર કારની અડફેટે માતા-દીકરીનું મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના પોશ ગણાતા SG હાઈવે પર કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતાં બન્નેના મોત નિપજ્યા છે. કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લેતાં બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળીબેન વઢવાણા (ઉં.વ. 55 અને તેમની દીકરી કોકીબેન સોલંકી (ઉં.વ. 37) 28 મેએ એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી કારે માતા પુત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.

doctor plus

અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. માતા-દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ફરાર અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવાની પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. છતાં બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. મહત્વનું છે કે 28 મેના રોજ અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાં ટુ-વ્હીલર પર જઈ રહેલી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments