Homeગુર્જર નગરીઅમદાવાદ: નરોડા પાટિયા કેસના આરોપીની હત્યા, બેની ધરપકડ

અમદાવાદ: નરોડા પાટિયા કેસના આરોપીની હત્યા, બેની ધરપકડ

Team Chabuk-Gujarat Desk:  અમદાવાદમાં 2002ના તોફાનો મામલે સજા ભોગવી રહેલાં એક આરોપીની હત્યા થઈ ગઈ છે. બે લોકો પર આરોપીની હત્યાનો આરોપ લાગ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ રૂપિયાની લેતી-દેતી મામલે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

બે આરોપીની ધરપકડ

કાળુ ઠાકોર નામનો આરોપી નરોડા પાટિયા હિંસા કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જે તાજેતરમાં જ પેરોલ પર છુટીને જેલની બહાર આવ્યો હતો. રવિવારે રૂપિયાના ટ્રાંજેક્શન મામલે બે લોકો તેના ઘરે ધારદાર હથિયાર લઈને પહોંચી ગયા હતા અને અચાનક જ કાળુ ઠાકોર પર હુમલો કરી દીધો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નરોડા પોલીસે આ મુદ્દે જાણકારી આપી હતી કે બંને આરોપીને ઝડપી લેવાયા છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીએ શું કહ્યું ?

નરોડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પરેશ ખંબાલાએ કહ્યું કે, કાળુ ઠાકોરનો હત્યાના આરોપી સાથે રૂપિયાની લેવડ-દેવડ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હતો. હત્યાની જાણ થતાં જ અમે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાંથી એક સગીર છે જ્યારે અન્ય આરોપીની ઓળખ કમલેશ ચુનારા તરીકે કરવામાં આવી છે.

નરોડા પાટિયા કેસ

ઉલ્લેખનીય છે કે, કાળુ ઠાકોર પર એ ભીડમાં સામેલ હોવાનો આરોપ છે જે ભીડે 2002માં 97 નિર્દોશ લોકોની હત્યા કરી દીધી હતી. આ ઘટના વર્ષ 2002માં ગોધરાકાંડના એક દિવસ બાદ 28મી ફેબ્રુઆરીએ અમદાવાદના નરોડા પાટિયા નજીક બની હતી. જેથી આ કેસ નરોડા પાટિયા કેસ તરીકે પણ જાણીતો બન્યો છે.

16 લોકોને ઠેરવાયા હતા દોષિત

એપ્રિલ 2018માં આ મામલે ગુજરાત હાઈકોર્ટે 16 લોકોને દોષી ઠેરવ્યા હતા. જેમાં બજરંગદળના નેતા બાબુ પટેલનું નામ પણ સામેલ હતું. આ ઉપરાંત કોર્ટે 18 અન્ય લોકોને નિર્દોશ જાહેર કર્યા હતા જેમાં ભાજપના પૂર્વ મંત્રી  માયા કોડનાનીનું નામ સામેલ હતું. મોટાભાગના દોષિતોને આ કેસમાં 21 વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments