Homeદે ઘુમા કેIPL સિઝન 14: અમદાવાદ આવેલા KKRના બે ખેલાડીને કોરોના, આજની KKR અને...

IPL સિઝન 14: અમદાવાદ આવેલા KKRના બે ખેલાડીને કોરોના, આજની KKR અને RCB વચ્ચેની મેચ મોકૂફ

Team Chabuk-Sports Desk:  કોરોના વાયરસનો કહેર હવે ઈન્ડિયન પ્રિમિયર લીગમાં પણ જોવા મળ્યો છે. અમદાવાદમાં આવેલી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના 2 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેથી આજે રમાનારી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેનની મેચ રદ કરવામાં આવી છે.

IPL સિઝન 14ની 30મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આ મુકાબલો સાંજે સાડા સાત વાગ્યે રાબેતા મુજબ યોજાવાનો હતો. પરંતુ આ રંગમાં કોરોનાએ હાલ ભંગ પાડ્યો છે અને આયોજકોની ચિંતા પણ વધારી છે.

કોરોનાકાળળમાં BCCIએ મજબૂત બાયો બબલનો હવાલો આપ્યો હતો. જે બાદ 29 મેચ સફળતાપૂર્વક પૂર્ણ પણ થઈ. ચેન્નઈ અને મુંબઈમાં યોજાનારી મોટાભાગની મેચ પૂર્ણ પણ થઈ ગઈ પરંતુ અમદાવાદમાં IPLને ગ્રહણ લાગ્યુ છે. જેથી 30મી મેચ મોકૂફ રાખવામાં આવી છે. ક્રિકઈંફોના રિપોર્ટ મુજબ આ મેચને હવે થોડા સમય બાદ અન્ય દિવસે રમાડવામાં આવશે.

આ પહેલાં અહેવાલ વહેતા થયા હતા કે દેશમાં કોરોનાના વધી રહેલાં કેસના કારણે  IPL-14માં ખેલાડીઓ માટે બાયો બબલને વધુ કડક બનાવ્યા છે. જો કે, નિયમો કડક બનાવવા છતાં ખેલાડીઓ સંક્રમિત થતાં બચી નથી શક્યા.

કોરોના સંક્રમણથી બચાવવા માટે હોટલમાં રહેલાં ખેલાડીઓ અને સભ્યોને બહારથી જમવાનું ઓર્ડર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. બબલમાં રહેતા ખેલાડીઓને કહેવાયું હતું કે તેઓને માત્ર હોટલમાં અંદર મળતું ભોજન જ મળી શકશે.

કોલકત્તા નાઈટરાઈડર્સના જે બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં એક ફાસ્ટ બોલર સંદીપ વોરિયરનું નામ છે. આ ઉપરાંત ટીમનો સ્પીનર વરૂણ ચક્રવર્તી પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી છે. વોરિયર અત્યાર સુધીમાં આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી જ્યારે વરૂણ ચક્રવર્તીના નામે 7 મેચમાં  7 વિકેટ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં સંક્રમણ વધ્યુ છે. દેશમાં રોજ ત્રણ લાખ કે તેથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તો દેશમાં રોજ કોરોનાના કારણે 3 હજાર જેટલા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે ગતિ પકડી લીધી છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં જ નોંધાઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments