Team Chabuk-Gujarat Desk: જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. શહેરની કોવિડ હોસ્પિટલમાં 2000 બેડ ભરાઈ જતા. દર્દીઓને બેડ માટે વલખાં મારવા પડી રહ્યા છે. તો ક્યાંક એમયુલન્સમાં જ સારવાર અપાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રિલાયન્સ કંપની વ્હારે આવી છે. આગામી બે દિવસમાં હોસ્પિટલ શરૂ થઈ જવાની શક્યતા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે થયેલી મંત્રણાઓ બાદ રિલાયનસે 1000 બેડ ધરાવતી હોસ્પિટલ શરૂ કરવાની ધરપત આપી હતી. જેને લઈને રિલાયન્સ દ્વારા ડેન્ટલ કોલેજમાં 400 બેડ ધરાવતી કોવિડ સારવારની હોસ્પિટલમાં કામકાજ શરૂ કરી દીધું છે.એક બે દિવસમાં આ હોસ્પિટલ શરૂ થઈ જવાની શક્યતાઓ છે.
આ હોસ્પિટલ બાદ હજુ 600 બેડની અન્ય એક હોસ્પિટલ પણ ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલ કાર્યરત થઈ જતા શહેરની કોવિડ હોસ્પિટલમાં હાલની હાડમારી મહદઅંશે નાબૂદ થઈ જશે તેવી શક્યતા છે.
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી સ્થિતિની સમીક્ષા
આ ઉપરાંત રાજ્ય સરકાર પણ કોરોનાને હરાવવા દિવસ-રાત એક કરી રહી છે. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રી જાડેજાએ દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ, રેમડેસેવીર ઇન્જેકશનની જરૂરિયાત તથા માંગ, આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આરોગ્યકર્મીઓની સેવા વંદનીયઃ હકુભા
મંત્રી હકુભાએ આ તકે તમામ આરોગ્યકર્મીઓની રાત-દિવસની સતત મહેનત અને સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે 8 કલાકના સ્થાને આપ સૌ હાલ 12 કલાકથી વધુ ફરજ બજાવો છો. આપના પરિવારને મુકી અન્યના પરિવારોને પોતાના સમજી સેવા કરો છો એ બાબત ખરેખર વંદનીય છે.
ઓક્સિજનના જથ્થા મુદ્દે આપ્યું આશ્વાસન
આ સાથે જ મંત્રીએ હોસ્પિટલની વ્યવસ્થા અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમ માડમ સતત સંપર્કમાં રહીને જામનગરની કોવિડ હોસ્પિટલને જે જરૂરિયાત છે તે મુજબનો ઓક્સિજનનો જથ્થો, રેમડેસિવિર ઇન્જેક્શન વગેરે દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત