Team Chabuk-National Desk: બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક પાગલ પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે આખા ગામની લાઈટ કાપી નાખતો. એ પણ ત્રણ કલાક સુધી. જો કે, એક દિવસ ગામ લોકોને પ્રેમીનું કાવતરું ખબર પડી જતાં લોકોએ પ્રેમીને મેથીપાક ચખાડ્યો હતો. આ માટે ગામના લોકોએ પહેલા યુવકનું અડધું મુંડન કર્યું હતું. જે બાદમાં તેને ચંપલનો હાર પહેરાવ્યો હતો અને આખા ગામમાં ફેરવ્યો હતો. પ્રેમી સાથે પ્રેમિકાને પણ ચપ્પલનો હાર પહેરાવી ગામમાં ફેરવી હતી. જો કે, સજા આપ્યા બાદ ગામ લોકોએ જ તેના લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રેમી પ્રેમી યુવક વીજ હેલ્પર તરીકેનું કામ કરે છે.
મળતી માહિતી મુજબ આ ઘટના કૃત્યાનંદ નગર પોલીસ મથક વિસ્તારના ગણેશપુરા પંચાયતના આદિવાલી ટોલાની છે. અહીં સુરેન્દ્ર રાય નામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે ગામમાં ત્રણ કલાક સુધી વીજળી કાપી નાખતો હતો. જો કે, એક દિવસ ગામ લોકોએ સુરેન્દ્રને તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટના 9મી ઓક્ટોરની હોવાનો દાવો કરાયો છે જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.
સુરેન્દ્ર રાય અને ડહેરિયા આદિવાસી ટોલાની એક યુવતી વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનો દાવો કરાયો છે. સુરેન્દ્ર રાય જ્યારે પણ તેની પ્રેમિકાને મળવા માટે જતો હતો ત્યારે ડહેરિયા ગામની વીજળી કાપી નાખતો હતો. બીજી તરફ ત્રણ કલાક સુધી ગામલોકો પરેશાન થઈ જતા હતા.

એવો પણ દાવો કરાયો છે કે, સુરેન્દ્ર રાય પહેલાથી પરણિત હતો અને જ્યારે દારૂ પી જતો ત્યારે આવું કૃત્ય કરતો હતો. જો કે, તે અંગે વધુ વિગતો મળી શકી નથી. ગામના લોકોએ જણાવ્યું કે સુરેન્દ્ર વીજળી હેલ્પર કામ કરે છે જે ત્રણ કલાક સુધી ગામની વીજળી કાપી નાખતો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત