Team chabuk-Gujarat Desk: ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. સાડા છ મહિનામાં પહેલીવાર કોરોનાના કેસ 550ને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં એક દિવસમાં કોરોના વાયરસના કુલ 573 નવા કેસ નોંધાયા છે. જ્યારે 102 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં એક દિવસમાં વધુ 269 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં વધુ 273 કેસના પગલે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 2 હજાર 371 પર પહોંચી ગઈ છે, જેમાંથી 11 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 2 હજાર 360 દર્દીની હાલત સ્થિર છે.
અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં એક દિવસમાં કુલ 74 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 41 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 18 અને રાજકોટ શહેરમાં 10 કેસ, ગાંધીનગરમાં 16, કચ્છમાં 16, વલસાડમાં 15, આણંદમાં 14 તેમજ ભાવનગરમાં નવા 10 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અરવલ્લીમાં 1-1 દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ 33 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ઓમિક્રોનના કુલ 44 દર્દી સાજા થયા છે.
તો રાજ્ય સરકાર રસીકરણ પર પણ વધુ ભાર આપી રહી છે. એક દિવસમાં રાજ્યમાં કુલ 2 લાક 32 હજાર, 392 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં નિષ્ણાતોએ સાવધાન રહેવાની સલાહ આપી છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાના પગલે નિષ્ણાતોએ માસ્કનો ફરજિયાત ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા પણ અપીલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
