Homeગુર્જર નગરીદેવભૂમિ દ્વારકા: બે વર્ષ પહેલાં 13 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચરનારા...

દેવભૂમિ દ્વારકા: બે વર્ષ પહેલાં 13 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચરનારા ઢોંગી ભૂવાને 20 વર્ષની સજા

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકના ભાટવડિયા ગામે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા ઢોંગી ભૂવાને 20 વર્ષની સજા ફટકારાઈ છે. ખંભાળિયા સેસન્સ કોર્ટે દોષિત ઢોંગી ભૂવાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને 5 હજાર રૂપિયા ચૂકવવા પણ આદેશ કર્યો છે.           
ભાટવડિયા ગામે સીમથી દૂર વિસ્તારમાં એક મામા દેવનું મંદિર આવેલું હતું. આ મંદિરના કહેવાતા ભૂવાએ 2 વર્ષ પહેલાં 13 વર્ષની બાળકી પર દૂષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ બાળકીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બે વર્ષ બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે અને 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

બે વર્ષ પહેલાં ભાટીયાથી આઠ કિલોમીટર ભાટવાડિયા ગામે બનેલી આ ઘૃણાસ્પદ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. બે વર્ષ પહેલાં એક બીમાર બાળકીનો પરિવાર ભરત સોનગરા નામના  ભૂવા પાસે લઈ ગયો હતો. દીકરીને સારું થઈ જશે તેવી આશાથી પરિવાર ભૂવા પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન ઢોંગી ભૂવાએ થોડીવાર પોતાના ધતિંગ  કર્યા હતા. બાદમાં બાળકીના પરિવારને કહ્યું હતું કે, બાળખીને વિધિ માટે ખેતરમાં લઈ જવી પડે એમ છે. પરિવારજનોએ જ્યારે ભૂવા સાથે જવાની વાત કરી તો ઢોંગીએ જણાવ્યું હતું કે, મામાદેવ અન્ય લોકોને સાથે આવવાની રજા નથી આપતા. ત્યારબાદ વિધિના નામે ભૂવાએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

જો કે, ત્યારબાદ પરિવારને બાળકીએ સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી અને જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરીને પૂરાવા એકઠાં કર્યા હતા. હવે ખંભાળિયા કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દોષિતને 20 વર્ષની સજા ફટકારી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments