Team Chabuk-Gujarat Desk: અંતે મોરબી સિરામીક ઉદ્યોગની માંગ સામે ગુજરાત ગેસ કંપનીએ ઝુકવું પડ્યું છે. મોરબીના સિરામીક ઉદ્યોગને નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપનીએ હાલ પૂરતો એમજીઓ રદનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા આજે અચાનક જ એમજીઓ લાભ આપવાનું બંધ કરી તમામ ઉદ્યોગ માટે એક સમાન નોન એમજીઓ સિસ્ટમ ચાલુ કરી દેવાતા રોષે ભરાયેલા સિરામીક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ જઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સિરામીક ઉદ્યોગના આ વિરોધ પ્રદર્શન સામે ગુજરાત ગેસ કંપની બે કલાકમાં જ ઝુકી ગઈ હતી અને એમજીઓ રદ કરવાનો નિર્ણય હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.
મોરબીના સિરામીક ઉદ્યોગકારો દૈનિક 75 લાખ યુનિટ જેટલો કુદરતી ગેસનો ઉપયોગ કરે છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને અપાતા ગેસ પુરવઠામાં એમજીઓ અને નોન એમજીઓ બે સિસ્ટમ અમલી બનાવી છે. જેમાં એમજીઓ કરાર મુજબ ગેસ લેનાર ઉદ્યોગને નોન એમજીઓથી પ્રમાણમાં સસ્તો ગેસ આપવામાં આવે છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસનો ભાવ 36 ડોલરથી પાર થઈ જતા ગુજરાત ગેસ કંપની દ્વારા આગામી મહિનાથી ભાવ વધારો કરવા તૈયારી શરૂ કરી હતી. જેને બદલે આગામી મહિનાથી સસ્તા ભાવે આપવામાં આવતી એમજીઓની સુવિધા જ બંધ કરી નાખવામાં આવતા આજે મોરબીના 100થી 150 જેટલાં ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા અને કોઈપણ સંજોગોમાં એમજીઓ સિસ્ટમ બંધ નહીં કરવા માંગ કરી ગાંધી ચીંધ્યા રાહે લડત શરૂ કરી હતી.
દરમિયાન એમજીઓ સુવિધા અચાનક બંધ કરવાના નિર્ણયમાં ગુજરાત ગેસ કંપની ફસાઈ ગઈ હોય તેવા ઘાટ વચ્ચે ઉદ્યોગકારોએ ગાદલા મંગાવી અહીંથી હટવાનો ઇનકાર કરતા સ્થાનિક અધિકારીઓ મૂંઝાયા હતા અને ગુજરાત ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓને તાકીદે જાણ કરતા અંતે કંપનીને પોતાના નિર્ણયમાં પાછીપાની કરવી પડી હતી અને રાબેતા મુજબ એમજીઓ ચાલુ રાખવા જાહેરાત કરતા ઉદ્યોગકારોની જીત થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
