Homeગુર્જર નગરીરસ્તા વચ્ચે મૃત પડેલી ગાયની AAP અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પૂરા માન-સન્માન સાથે...

રસ્તા વચ્ચે મૃત પડેલી ગાયની AAP અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પૂરા માન-સન્માન સાથે દફનવિધિ કરી

Team Chabuk-Gujarat Desk: ગોપાલ ઈટાલિયા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જનતાની વચ્ચે રહીને પાર્ટીને ધીમે ધીમે ઉપર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ કામની વિગત શેર કરે છે. આજે પણ રસ્તા વચ્ચે મૃત્યુ પામેલી ગાયની તેમણે દફનવિધિ કરી હતી. ગોપાલભાઈ ઈટાલિયા જ્યારે રસ્તા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની મીટીંગમાં જતા હતા ત્યારે તેમને આ ગાય રસ્તા વચ્ચે મૃત અવસ્થામાં દેખાઈ હતી.

Gopal 1

તેમણે આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓને ફોન જોડ્યો હતો અને તાત્કાલિક હાજર થવાનું કહ્યું હતું. કામરેજ તાલુકાના સભ્યો અને પ્રમુખ ત્યાં ઝડપથી પહોંચી ગયા હતા અને કામ પર લાગી ગયા હતા. આ અંગેની વિગત ગોપાલ ઈટાલિયાએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘આજ રોજ કામરેજ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપીને, હું કામરેજથી બીજા એક કાર્યક્રમમાં હાજરી આપવા કઠોદરા ગામ તરફ જતો હતો. એ દરમ્યાન કામરેજ ચાર રસ્તા પહેલા થોડેક દૂર એક ગાય મૃત હાલતમાં પડેલી જોઈ તરત જ મારી ગાડી ઉભી રાખી અને આમ આદમી પાર્ટીમાંથી કામરેજ તાલુકા પંચાયતના સભ્ય શ્રી જગદીશ કથીરિયા, તેમજ કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી સંજયભાઈ રાદડીયા, જિલ્લા પ્રમુખ શ્રી બટુકભાઈ વાડદોરીયા, યુવા પ્રમુખ શ્રી પંકજભાઈ ધામેલીયા, રોહિતભાઈ જાની, અનિલભાઈ અગ્રાવત તેમજ આમ આદમી પાર્ટીની તાલુકાની ટીમને ફોન કરીને ઘટના સ્થળ ઉપર બોલાવેલ.’

Gopal 2

ગોપાલ ઈટાલિયાએ ટ્રાફિકમાં અડચણ ન પડે અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એ રીતે સમગ્ર વ્યવસ્થા કરી હતી. સૌ પ્રથમ પાઈપ લાવી ગાયને રસ્તાની વચ્ચેથી ખસેડી હતી. બાદમાં ગાયની પૂરા સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ આ અંગે લખ્યું છે કે, ‘સૌ પ્રથમ તો રોડ પર ટ્રાફિક ન થાય તે માટે અમે સૌએ મળીને આજુબાજુમાંથી લોખંડના પાઈપ શોધી, પાઈપના ઉપયોગથી મૃતદેહને રોડની સાઈડમાં લાવ્યા, ત્યારબાદ નજીકમાંથી JCB મશીનની વ્યવસ્થા કરીને મૃતદેહને મશીનના આગળની પાવડીમાં લઈ જઈને, કામરેજ ગામમાં સરકારી પડતર જગ્યામાં ખાડો કરી, ગાયના મૃતદેહને પુરા સન્માન સાથે અને અબિલ, ગુલાલ અને કુમકુમ તિલક સહિતની ધૂપ-દિપ પ્રક્રિયા અનુસરીને અંતિમ સમાધિની વ્યવસ્થા કરેલ.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments