Homeગામનાં ચોરેભારત અને ચીનની વચ્ચે 9 કલાક ચાલેલી 12મી મંત્રણામાં શું શું થયું?

ભારત અને ચીનની વચ્ચે 9 કલાક ચાલેલી 12મી મંત્રણામાં શું શું થયું?

Team Chabuk-National Desk: ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ LAC પર એપ્રિલ-મે 2020થી જ તણાવની સ્થિતિ છે. 31 જુલાઈના રોજ ભારત અને ચીનની વચ્ચે કમાન્ડર લેવલની મંત્રણા થઈ હતી. આ બંને દેશના સૈન્યોની વચ્ચે 12મી વખત થઈ રહેલી મીટીંગ છે. જે નવ કલાક સુધી ચાલી હતી. મુખ્ય મુદ્દો એ રહ્યો હતો કે સવા વર્ષથી ઈસ્ટર્ન લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધને ખત્મ કરીએ અને ડિસઈન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરીએ. આ મંત્રણામાં હોટ સ્પ્રિન્ગ્સ જેવા પોંઈન્ટ મહત્વના રહ્યા હતા અને અહીંથી ડી-એક્સેલેશન અર્થાત્ ફોર્સને પાછળ હટાવવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.

આ મીટીંગ LACમાં ચીનની તરફ મોલ્ડોમાં શરૂ થઈ હતી. આ મીટીંગ બાદ પેંગોગ ઝરણાના કિનારાઓ સહિતના કેટલાક પોંઈન્ટ્સ પર ડિસઈન્ગેજમેન્ટ થઈ ચૂક્યું છે. જેથી હવે બાકીના પોંઈન્ટ પર પ્રોસેસ શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, લાંબા સમયથી સરહદ પર આમને સામને રહેવાના કારણે આ બંને દેશોના સંબંધો પર અસર પડી રહી છે. આ નિવેદન બાદ બીજી વખત કમાન્ડર લેવલની મીટીંગ માટે બંને દેશ એકસાથે બેઠા હતા.  

આ પહેલા નવ એપ્રિલના રોજ બંને દેશોની વચ્ચે અગિયારમી બેઠક મળી હતી. જે ચુશૂલ બોર્ડર પોંઈન્ટ પર થઈ હતી અને આશરે તેર કલાક ચાલી હતી. તેના સાડા ત્રણ મહિના બાદ આ બીજી બેઠક થઈ છે. ચીને વાતચીત માટે 26 જુલાઈના રોજ તારીખ આપી હતી, જોકે એ દિવસ કારગીલ વિજય દિવસ હોવાના કારણે ભારતે મીટીંગની તારીખ આગળ વધારવાનું કહ્યું હતું. બાદમાં 31 જુલાઈનાં રોજ તારીખ નક્કી થઈ હતી.

જોકે ચીનની પૂંછડી વાંકી તે વાંકી!  13 જુલાઈના રોજ ભારતીય બોર્ડર પર ચીનના સૈનિકોની ઘુસણખોરીનો કેસ સામે આવ્યો હતો. 6 જુલાઈનાં રોજ તિબેટીયનોના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો હતો. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વવીટ કર્યું હતું. એ દિવસે જ ચીનના સૈનિકોએ લદ્દાખના ડેમચોકમાં ઘુસણખોરી કરી હતી. વિરોધના બેનર દર્શાવતા ઝંડાઓ લગાડ્યા હતા. આ ઘુસણખોરી ડેમચોકથી આશરે ત્રીસ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વના કોયુલની પાસે આવેલા ડોલે ટેંગોમાં કરવામાં આવી હતી. ચીનના સૈનિકો પાંચ ગાડીઓમાં સવાર થઈ આવ્યા હતા અને વિરોધ કરી ચાલ્યા ગયા હતા. ચીનના સૈનિકો ત્રીસ મિનિટ સુધી ભારતીય સીમારેખામાં રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments