Team Chabuk-Gujarat Desk: પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર બનેલી ગોઝારી ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાઈવે પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતક યુવાનો બનાસકાંઠાના રાધનપુરના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં કાર આઇસર પાછળ અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર કાર અથડાતાં કાર બોનેટથી લઈને પાછલી સીટ સુધી દબાઈ ગઈ હતી જેના કારણે યુવકો કાર અંદર જ ફસાયા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ગઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. બીજી તરફ એક સાથે ત્રણ યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં માતમ છવાયો છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર જ પરિવારે વ્હાલસોયાને ગુમાવતા પરિવાર હીબકે ચઢ્યો હતો.
પ્રાથમિક તપાસમાં કારની ઝડપ વધુ હોવાનું અનુમાન છે. જે રીતે વાહનોની હાલત જોવા મળી રહી છે તે મુજબ કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું અનુમાન છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતક યુવાનો રાધનપુર તાલુકાના વતની હતા.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો