Homeગુર્જર નગરીપ્રગતિશીલ ખેડૂતઃ અમરેલીના ખેડૂતે આવી રીતે મેળવ્યું એક વીઘા જમીનમાં 150 મણ...

પ્રગતિશીલ ખેડૂતઃ અમરેલીના ખેડૂતે આવી રીતે મેળવ્યું એક વીઘા જમીનમાં 150 મણ મરચાનું ઉત્પાદન

Team Chabuk-Gujarat Desk: અમરેલી જિલ્લાના નાના આંકડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે મરચાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. આ ખેડૂત દર વર્ષે એક વીઘા જમીનમાં 150 મણ મરચાનું ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવી રહ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાય આધારિત ખેતી ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. અમરેલીના નાના આકડીયા ગામના કેતનભાઇ નામના ખેડૂતે જીવામૃત દ્વારા છેલ્લા સાત વર્ષથી ખેતી કરી રહ્યા છે. જીવામૃતમાં ગાયનું છાણ, ગૌમુત્ર, છાશ, દેશી ગોળ તેમજ કોઈપણ એક દાળનો લોટ આ બધાનું મિશ્રણ કરીને જીવામૃત બનાવવામાં આવે છે.  છેલ્લા સાત વર્ષથી જીવામૃતનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને પોતાના પાકનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં આવે છે.

કેતનભાઈએ બે વીઘામાં મરચાનું વાવેતર કર્યું હતું. તેમનું કહેવું છે કે, જીવામૃતનો ઉપયોગ કરવાથી મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજા ખેડૂત કરતા મરચાનો પાક પણ ખૂબ જ સારો થયો છે.

અમરેલી જિલ્લામાં ઘણા બધા ખેડૂતો અમૃત ખેતી તરફ વળી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને કોઇપણ પાક પુષ્કળ પ્રમાણમાં આવે છે. નાના આકડિયા ગામના અશ્વિન વાઘેલા નામના ખેડૂતે પણ જીવામૃત દ્વારા ખેતી કરી છે. અશ્વિનભાઈએ ચણાનું વાવેતર કર્યું હતું.

ખેડૂતોનું કહેવું છે કે, જીવામૃત દ્વારા ખેતી કરવાથી જમીનને પણ પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય છે. જીવામૃત ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે. જો ખેડૂતો જીવામૃત ખેતી કરે તો તેમને ખુબ જ ફાયદો થશે અને જમીન પણ ફળદ્રુપ રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઓર્ગેનિક ખેતી પર ખેડૂતોને ખાસ ધ્યાન આપવાનું આહ્વાન કર્યુ છે. જે વાતને અનુસરી અમરેલીના નાના આંકડિયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી શરૂ કરી મરચાનું મબલખ પ્રમાણમા ઉત્પાદન લે છે. આ ખેડૂતને રાજ્યપાલે પણ ઓર્ગેનિક ખેતી માટે એવોર્ડ આપ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments