Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં અમદાવાદના મૌલવી ઉપરાંત વધુ 6 મૌલવીની સંડોવણી પણ સામે આવી છે એટલું જ નહીં તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ લોકોએ જામનગરના એક યુવકની પણ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવા બદલ આરોપીઓએ સબક શીખડાવવા હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં જેહાદ માટે કામ કરતા સંગઠનો નામ પણ સામે આવ્યાં છે. અલગ અલગ બે જેટલા સંગઠનો હત્યા માટે જવાબદાર હોવાનો ખુલાસો. હત્યા માટે ભારતમાં જેહાદી કટ્ટરવાદી એજન્ડા પર કામ કરતા સંગઠનોની સંડોવણી સામે આવતા ગુજરાત એટીએસ દ્વારા જેહાદી સંગઠનોની તપાસ શરૂ કરાઇ છે.
તહરીક-એ-તહફુઝ-એ નમૂસ-એ-રિસાલત(TTNR) નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ તરફ હત્યાના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને હિન્દુ સંગઠનો કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપી આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા કરવાની માગણી કરી રહ્યા છે. તાપીના વ્યારામાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું. સુરેન્દ્રનગરનું લીંબડી શહેર સજ્જડ બંધ રહ્યું. યુવકની હત્યાના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો. વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા યુવકની હત્યાના આરોપીઓને જાહેરમાં સજા આપવાની માંગ કરી.
ભાવનગરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠાં થયા હતા અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવહીની માગણી કરી હતી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભરવાડ અને માલધારી સમાજના લોકો એકઠાં થયા હતા અને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો
વડોદરાના વાઘોડિયામાં જૂના બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે આવેલ રંગીલા હનુમાન મંદિર પાસે સમસ્ત ગ્રામજનો તેમજ બજરંગદળના કાર્યકરોએ કિશનને શ્રદ્ધાંજલિ આપી હતી. જામનગરના ધ્રોલમાં હિન્દુ સેના અને ભરવાડ સમાજના વેપારી એસોસિયેશન તથા અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠામાં વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચીમકી ઉચ્ચારી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
