Homeગુર્જર નગરીઆ કોણ લોકો છે જે કહી રહ્યા છે કે ‘અમારી ભૂલ કમળનું...

આ કોણ લોકો છે જે કહી રહ્યા છે કે ‘અમારી ભૂલ કમળનું ફૂલ’

Team Chabuk-Gujarat-Desk: ગુજરાતમાં કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહી છે ઉપરથી ધંધા રોજગાર પર પણ મોટી અસર પડી રહી છે. રાતના નવ વાગ્યા પછી હોટલ અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા છે. તો સવાર અને સાંજના જીમ સંચાલકોની પણ આ જ સ્થિતિ છે.

આજ રોજ અમદાવાદ દાણાપીઠ મ્યુનિસીપલ કોર્પોરેશનની ઓફિસ બહાર અમદાવાદના જીમ સંચાલકો એકત્રિત થયા હતા અને ભાજપના શાસન વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે અમારી ભૂલ કમળનું ફૂલ નારા લગાવીને જિમ ન ખોલવા દેવા અંગે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. અમદાવાદ શહેરના 50થી વધારે જીમ સંચાલકો એકઠા થયા હતા અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે જીમ ચાલુ રાખવા અનુમતિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અગાઉ પોલીસ કમિશ્નરના આદેશ પ્રમાણે જીમ ખોલવામાં આવ્યાં હતાં, પણ પછી 17મી માર્ચના રોજ આપેલા આદેશ અનુસાર નવો આદેશ પારિત ન થયા ત્યાં સુધી, જીમ, સ્વિમિંગપુલ, ગેમીંગ ઝોન અને ગાર્ડન સહિતની જગ્યાઓ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં જીમના સંચાલકોની કોરોનામાં માઠી બેઠી છે. આ કારણે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની બહાર આ લોકોએ શાંતિપૂર્વક વિરોધ નોંધવ્યો હતો. જીમ સંચાલકોએ કહ્યું હતું કે, અમે દારૂ કે ડ્રગ્સનું વેચાણ નથી કરતા પણ ઈમ્યુનિટીનું વેચાણ કરીએ છીએ. વધુમાં તેમણે અમારી ભૂલ કમળનું ફૂલ કરી સુત્રોચ્ચાર કર્યો હતો.

આ અંગે જીમ સંચાલકોનું કહેવું છે કે બીજી વસ્તુઓ ગાઈડલાઈન પ્રમાણે થઈ શકતી હોય તો શા માટે જીમ શરૂ ન થઈ શકે. આ અંગે જીમ સંચાલકોનું કહેવું છે કે, કોઈને પણ પાંત્રીસથી વધારે મિનિટ જીમમાં કસરત કરવા દેવામાં આવતી નથી અને બીજી જગ્યાઓ કરતાં વધારે પ્રિકોશન્સ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે જીમને જ શા માટે તાળાબંધી. ઉપરથી કોઈ પણ વ્યક્તિ જે પણ જીમના સાધનોનો ઉપયોગ કરે છે તેને બાદમાં પુરતા સેનિટાઈઝ પણ કરવામાં આવે છે.

બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા બાબતે અસંમજસ પ્રવર્તી રહ્યું છે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ખોલવાનો આદેશ છે પણ રાજ્યની ગાઈડલાઈન પ્રમાણે 17મી માર્ચ બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી બંધ રાખવાનું કહેવામાં આવ્યું હોય સંચાલકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments