Team Chabuk-Gujarat-Desk: માનવામાં ન આવે એવી વાત છે પણ ઝડપથી વિકસતા અને આધુનિક બનતા જતા શહેર સુરતમાં આ ઘટના બની છે. આને ટોયલેટ કૌભાંડ કહેવામાં કંઈ ખોટું નથી, કારણ કે 6 સંડાસ બનાવવાનો ખર્ચ 1.37 કરોડ કેવી રીતે આવે ? આ સમગ્ર ઘટનાનો ફોડ ત્યારે પડ્યો જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ તુષારભાઈ મેપાણીએ માહિતી માગી અને જનતાને ખબર પડી કે જ્યાં એ બાથરૂમ જાય છે એ તો ભવ્યાતિભવ્ય છે. 1.37 કરોડ રૂપિયાના છે. હાથીના દાંત ચાવવાના અને દેખાડવાના અલગ હોય તેવી આ ટોયલેટની સ્થિતિ છે. કેવી રીતે ? એ માટે નીચે વાંચો.
આ અંગે તુષારભાઈનું કહેવું છે કે જે યુરિનલ બ્લોક એકથી દોઢ લાખ રૂપિયામાં તૈયાર થઈ શકે તેમ હતાં, તેની સામે 10-11 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે. કતારગામ ઝોનના પાંચ સ્થળોએ તપાસ કરવામાં આવી ત્યારે કતારગામ ગજેરા શાળાની સામેની બાજુ, કોસાડ, અમરોલી ફાયર સ્ટેશનની બાજુમાં, અશ્વિની કુમાર ગરનાળ પાસે અને કાંસાનગર કતારગામના સ્થળે બનાવવામાં આવેલા ટોયલેટની પાછળ ખર્ચ થયેલી કિંમત સુરત મહાનગર પાલિકાએ 1 કરોડ 37 લાખ રૂપિયા દર્શાવી છે.
આ સમગ્ર કથા કૌભાંડની સાચી રકમ ત્યારે સામે આવી જ્યારે કોન્ટ્રાક્ટરને જે તે સ્થળ પર લઈ જઈ આ પ્રકારનું ટોયલેટ બનાવવું છે તો કેટલી રકમ ખર્ચાય અંગેની માહિતી માગતા તેણે ટોટલ દોઢ-બે લાખ રૂપિયા કહ્યા હતા.
એ દોઢ બે લાખ સામે મહાનગરપાલિકાએ 11 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો. અર્થાત્ સુરત મહાનગરપાલિકાના તાબા હેઠળ જે સંડાસ બનાવવાનો ખર્ચ 35 લાખ રૂપિયા થવાનો હતો એ થઈ ગયો એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયા. ક્યારેક સુરત જવાનું થાય તો તમે પણ આ સંડાસની મુલાકાત લેવાનું ચૂકતા નહીં!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત