Homeગુર્જર નગરીઅમદાવાદમાં કડાકા-ભડાકા અને વીજળી સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

અમદાવાદમાં કડાકા-ભડાકા અને વીજળી સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના અમદાવાદમાં ગઈકાલે રાતના કડાકા ભડાકા અને વીજળી સાથે ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો. વરસાદ પડવાના કારણે લોકોને ઉકળાટથી આંશિક શાંતિ મળી હતી. શરૂઆતમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો જે પછી મેઘરાજા (Rain) ત્રાટક્યા હતા. અમદાવાદના પોશ વિસ્તાર જેવા કે સાયન્સ સીટી, શીલજ, ન્યૂ રાણીપ, બોડકદેવ, ગોતા, સરખેજ, બાપુનગર, નારણપુરા, દાણીલીમડા, મણીનગર સાબરમતી, મોટેરા, ચાંદખેડામાં વરસાદ પડ્યો હતો.

ઝોનએમ.એમ
પશ્ચિમ ઝોન22.38
પૂર્વ પશ્વિમ ઝોન43.50
દક્ષિણ પશ્વિમ ઝોન43.00
મધ્ય ઝોન23.75
ઉત્તર ઝોન6
દક્ષિણ ઝોન25.25

અમદાવાદમાં પ્રથમ વર્ષાનું સ્વરૂપ જ રૌદ્ર રહ્યું હતું. આકાશમાં ગાજવીજ સાથે પડેલો વરસાદ થોડી વાર સુધી શાંત ન રહેતા આખી રાત ટકે એવી સંભાવના દેખાતી હતી પણ બાદમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો અને મેઘરાજાએ પોતાની લીલા સંકેલી લીધી હતી. ભારે વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં લાઈટ ચાલી જતા અંધારપટ સર્જાયો હતો.

અમદાવાદમાં વરસાદ પડ્યાની વાત આજ પૂરતી સિમિત નથી. ગઈકાલે પણ વરસાદે પધરામણી કરવાનો અંદેશો આપી દીધો હતો અને એ.સ.જી. હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં સહિતના વિસ્તારોમાં રાતના અગિયાર વાગ્યે વરસાદ ખાબક્યો હતો.

વરસાદ પડવાના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો બ્રિજમાં થોડે સુધી પાણી ભરાઈ જવાની ઘટના પણ બની હતી. મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ બાદ નડિયાદ, આણંદ સહિત વડોદરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જૂન મહિનાના આરંભમાં જ મેઘરાજાએ વરસાદ પાડી મધ્યગુજરાતના લોકોને ખુશ કરી દીધાં હતાં. સવારમાં જ ભારે ઉકળાટ અને અસહ્ય બફારાના કારણે જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી. જે પછી રાત્રિના પડેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments