Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના છપરૌડા ગામે એક દુઃખદ કિસ્સો બની ગયો. અહીં મોબાઈલ ચાર્જ કરતી વખતે પાવર બેન્ક બ્લાસ્ટ થતાં એક યુવકનું મૃત્યુ થઈ ગયું. પ્રત્યક્ષદર્શીઓએ ઘટના અંગે કહ્યું કે, પાવર બેન્કનો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે યુવકના ઘરના છાપરા પણ ઉડી ગયા હતા. બોમ્બ જેવા બ્લાસ્ટથી ઘરના છાપરા ઉડી ગયા હોય તો પાવર બેન્કની નજીકમાં રહેલાં યુવકની સ્થિતિ શું હશે તે આપણે વિચારી શકીએ છીએ. આ ઉપરાંત ઘરની દીવાલો પર પણ બ્લાસ્ટના નિશાન જોવા મળ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જો કે, તપાસમાં એ સામે નથી આવ્યું કે પાવર બેન્ક કઈ કંપનીની હતી પરંતુ પાવર બેન્કના વપરાસ પર અનેક સવાલો ઉઠ્યા છે.
મળતી વિગતો મુજબ છપરૌડા ગામે 28 વર્ષનો રામ સાહિલ નામનો યુવક સવારના સમયે તેની પાવર બેન્કથી મોબાઈલ ચાર્જ કરી રહ્યો હતો. પાવર બેન્કમાંથી કેબલ મોબાઈલમાં કનેક્ટ કર્યો હતો. મોબાઈલ યુવકના હાથમાં જ હતો. આ દરમિયાન અચાનક જ પાવર બેન્ક ધડાકાભેર ફાટી ગઈ હતી. ઘરમાં બ્લાસ્ટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. ઘરના છાપરા ઉડી ગયા હતા. ઘરની દીવાલમાં પણ ગાબડાં પડી ગયા હતા. થોડીવાર પછી કેટલાક લોકોએ ઘરની અંદર જવાની હિંમત કરી હતી. ઘરની અંદર પહોંચતા જ તેમણે ઘાયલ યુવકને જોયો હતો જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, કમનસીબે યુવકને બચાવી શકાયો ન હતો.
ઘરમાં 28 વર્ષના યુવકનું મૃત્યુ થતાં પરિવાર શોકમાં ગરકાવ છે. મધ્યપ્રદેશમાં બનેલો આ કિસ્સો દુઃખદ તો છે જ સાથે જ દેશભરના લોકો માટે ચેતવણી સમાન પણ છે. આપણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો મનફાવે તેમ ઉપયોગ કરતાં હોઈએ છીએ. બાળકોને પણ આપણે મોબાઈલ આપતા હોઈએ છીએ. કેટલાક કિસ્સામાં ચાર્જર પ્લગમાં હોય છે અને તેનાથી ચાર્જ કરતી વખતે આપણે મોબઈલનો વપરાશ કરતાં હોઈએ છીએ. દરરોજ નહીં પરંતુ આવું કરવું ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોની રાત્રે મોબાઈલ ચાર્જમાં મુકીને સુઈ જવાની પણ ટેવ હોય છે. આવું કરવું પણ ક્યારેક જોખમી બની શકે છે.
પાવર બેન્ક હોય કે મોબાઈલ બહું જુના થઈ ગયા હોય અને જલદી ગરમ થઈ જતા હોય તો તેને બદલાવી નાખવા હિતાવહ છે. આ ઉપરાંત બની શકે તો પાવર બેન્ક જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ગેરંટીવાળી લેવી જોઈએ. બજારમાં સસ્તી કિંમતે મળતી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ક્યારેક મુશ્કેલી સર્જી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત