Team Chabuk-Gujarat Desk: સરખેજ પોલીસે ઈકો કારનું સાયલેન્સર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતી હતી. જો કે, આ વખતે આ ગેંગ પોલીસને ચકમો આપવામાં નાકામ રહી છે.
હરિયાણાની મેવાતી ગેંગ છે જે સાઇલેન્સર ગેંગ તરીકે ઓળખાય છે અને ઇકો કારના સાઇલેન્સરને ટાર્ગેટ કરે છે. તાજેતરમા જ સાડા સાત લાખના સાઇલેન્સર સાથે આ ટોળકીના ચાર સભ્યો ઝડપાઈ ચુક્યા છે. હવે આ ગેંગના બીજા સભ્યો પણ ઝડપાયા છે.
ઝડપાયેલા આરોપીઓની વાત કરીએ તો, મુનફેદખાન મેવ, તરીક અનવર મેવ, અલ્તાફ હુસેન મેવ, અને મોહંમદ રહીસ મેવ છે. આ ભેજાબાજ ચોર ટોળકી લેટેસ્ટ ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરી કરી તેમાં વપરાતા પ્લોડિયમ અને પ્લેટેનિયમ જેવી કિંમતી મેટલ કાઢી લેતા. જેનો બજારમાં તેમને ઊંચો ભાવ મળતો. એટલે કે તેમનો ટાર્ગેટ કારના સાયલેન્સર નહીં પણ તેમાં કાર્બન કેન્ટ્રોલ કરવા વપરાતી કિંમતી ધાતુ હતો.
આ ટોળકીએ હરિયાણામાં 18થી વધારે ગુનાઓને અંજામ આપ્યો છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં સાઇલેન્સર ચોરી કરતા..
હાલ સરખેજ પોલીસે મેવાતી ગેંગના ચાર આરોપીને ઝડપી પડ્યા છે.. અને ફરાર ઈરફાન નામના એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે..ત્યારે આ ગેંગ હરિયાણાથી ચોરી કરવા બાય રોડ ગાડીથી આવતા હતા. જે ગાડીમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવતા હતા. આરોપીઓ ચોરી કરી ચોરી કરેલ વસ્તુઓ હરિયાણા લઈ જતા જ્યાં આગળ વેચી નાખતા હતા..જે બાદ ચોરી કરવા ફરી નીકળતા હતા..
હાલ પોલીસે આ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછમાં અન્ય રાજ્યોમાં થયેલી ચોરીના ભેદ પણ ઉકેલાઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત