Team Chabuk-Gujarat Desk: સુરતના ઓલપાડના સાયણ ગામની સીમમાંથી 600 કિલોગ્રામ ગાંજો ઝડપાયો. સુરત SOGએ બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે કુલ 70 લાખ 48 હજારના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના જાવેદ શેખ નામના આરોપીની અટકાયત પણ કરી છે. હાલ આ મુદ્દે આરોપીની પૂછપરછ શરૂ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના મોટા શહેરો નશાના સોદાગરોના નિશાન પર રહ્યા છે પરંતુ હવે નશાના સોદાગરો ગામડા તરફ વળી રહ્યા છે.
સુરત ગ્રામ્ય SOGએ બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમ નજીક પોલીસે એક ટ્રકને રોકાવ્યો હતો. ટ્રકમાં ગાંજાનો જથ્થો જઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ સમગ્ર મુદ્દે પોલીસે કહ્યું હતું કે, ટ્રકમાંથી કુલ 60 લાખ રૂપયિાની કિંમતનો 600 કિલો ગાંજો મળ્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ, રોકડા, આઇસર ટેમ્પો, થ્રી વ્હીલ ટેમ્પો, મોટરસાયકલ મળી કુલ રૂપિયા 70,48,925 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.
હાલ પોલીસે જાવેદ શેખને ઝડપી જેલ હવાલે કર્યો છે. તેમજ ગાંજો લઈ આવનારા, ગાંજો મંગાવનારા અને ગાંજો મોકલનારા મૂળ ઓરિસ્સાના ચાર તેમજ અન્યો બે શખ્સો સહિત કુલ 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત