Team Chabuk-Gujarat Desk: છોટાઉદેપુર જિલ્લામાં પ્રેમી પંખીડાને નિર્દયતાથી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારના ઘડાગામનો આ બનાવ છે. જ્યાં પ્રેમી યુગલને આકરી સજા આપવામાં આવી છે. પ્રેમી યુગલને માર મારતો વીડિયો વાઇરલ થતાં હાહાકાર મચી ગયો છે. યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુગલને વીજ પોલ સાથે બાંધીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે બે દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઘડાગામમાં પ્રેમી યુગલ ઘરેથી ભાગી ગયું હતું. યુવક અને યુવતી એક જ ગામના છે અને આડોશ-પાડોશમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. યુવક-યુવતી ઘણા સમયથી એક-બીજાના પ્રેમમાં હતા. બે દિવસ પૂર્વ આ પ્રેમી યુગલ ઘરેથી જંગલમાં ભાગી ગયું હતું. ત્યારબાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બન્નેને પકડી પાડ્યા હતા.
પરિવારજનોએ યુવક-યુવતીને પકડીને ગામમાં લાવ્યા હતા અને બન્નેને વીજળીના થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આરોપ છે કે યુવતીના કાકાએ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી દીધો હતો અને લાકડીથી માર માર્યો હતો. સાથે યુવતીને પણ નિર્દયતાથી માર માર્યો હતો. 15 જૂન એટલે કે ગઈકાલે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમી યુગલને થાંભલા સાથે બાંધીને માર મારતો વીડિયો સામે આવ્યો છે.
વીડિયો વાઇરલ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે છોટાઉદેપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં પરિવારની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી ભાગી જાય તો પંચ બેસીને તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવો દંડ નક્કી કરે છે અને તે યુવાનો આપવો પડતો હોય છે. ઘણી વખત આવા કેસમાં ઘર્ષણ પણ થતું હોય છે. અગાઉ ઘણા ભાગી ગયેલા યુવક-યુવતીઓને આ પ્રકારની સજા આપવામાં આવી હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત