Homeગુર્જર નગરીઅમદાવાદના ગોલ્ડમેનની આત્મહત્યા, પ્રાથમિક તપાસમાં થયો આ ખુલાસો

અમદાવાદના ગોલ્ડમેનની આત્મહત્યા, પ્રાથમિક તપાસમાં થયો આ ખુલાસો

Team Chabuk-Gujarat Desk:  અમદાવાદના ગોલ્ડમેન તરીકે જાણીતા કુંજલ પટેલ નામના યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કુંજલ પટેલ માધુપુરા વિસ્તારમાં વાહન જપ્તીના વ્યવસાય સાથે સંકળાયેલા હતો. મળતી વિગતો મુજબ કુંજલે શનિવારે માધુપુરામાં આવેલી યોગેશ સોસાયટીમાં તેના પોતાના જ ઘરે ગળેફાંસ લગાવી જીવન ટૂંકાવી લીધુ છે. અમદાવાદમાં કુંજલ પટેલ જાણીતો ચહેરો હતો. તેણે વિધાનસભાની ચૂંટણીમાં પણ નસીબ અજમાવ્યું હતું. જો કે, તેમા તેની હાર થઈ હતી.

ઘરકંકાસમાં ટૂંકાવ્યું જીવન

કુંજલ પટેલની આત્મહત્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કુંજલ પટેલની આત્મહત્યા પાછળનું કારણ ઘરકંકાસ  હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ કુંજલે તેની પત્નીને પિયર મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે અંતિમ પગલું ભર્યું હતું. હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ  શરૂ કરી છે.

50 તોલા સોનું પહેરતો

કુંજલ પટેલ વાહન જપ્તીના ધંધા સાથે સંકળાયેલો હોવાથી માર્કેટમાં તેની સારી ઓળખ હતી. તેને સોનું પહેરવાનો પણ બહું શોખ હતો જેથી તેના ગળામાં સોનાના ચેઈન અને હાથમાં અલગ-અલગ પ્રકારના બ્રેસલેટ જોવા મળે. એક દાવો એવો પણ છે કે, તે બજારમાં 50 તોલા સોના પહેરીની નીકળતો. ચૂંટણીનો પ્રચાર પણ તેણે આટલું સોનું પહેરીને કર્યો હતો જેથી તે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

શિવસેનામાંથી લડી હતી ચૂંટણી

2017માં કુંજલ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનામાંથી દરિયાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જો કે, આ ચૂંટણીમાં તેની હાર થઈ હતી અને એટલા મત પણ નહતા મળ્યા કે ડિપોઝિટ બચાવી શકે. કુંજલ પટેલને આ ચૂંટણીમાં માત્ર 1393 મત મળ્યા હતા. તેનો સીધો જંગ કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ અને ભાજપના નેતા ભરત બારોટ સાથે હતો.

ચૂંટણીની ઉમેદવારી નોંધાવતી વખતે તેણે એફિડેવિટમાં 45 તોલા સોનું, 49 લાખ રૂપિયાની સંપત્તિ, 24 હજાર રૂપિયા રોકડા અને બે કાર દર્શાવી હતી. આ ઉપરાંત તે મીડિયા સમક્ષ પણ દાવો કરી ચુક્યો છે કે, તેના ઘરે 115 તોલા સોનુ છે અને તે 50 તોલા સોનું પહેરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments