Homeગુર્જર નગરીઅમદાવાદઃ દોરી વડે પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સ્ટેશને...

અમદાવાદઃ દોરી વડે પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સાણંદમાં ઝઘડામાં ઉશ્કેરાઈને પતિએ દોરીથી ગળું દબાવીને પત્નીને મોતન ઘાટ ઉતારી દીધી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. આરોપી અશોક રાણાએ પોતાના 20 વર્ષના લગ્ન જીવનનો થોડી જ ક્ષણોમાં અંત લાવી દીધો હતો. તો પોતાને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પતિ પત્નીના ઝઘડામાં બે દીકરાએ પણ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ હત્યા કેસમાં આરોપીને સજા મળે તેવી માગ પરિવાર કરી રહ્યો છે.

મળતી માહિતી મુજબ વિકૃત અને શંકાશીલ માનસિકતા ધરાવતા અશોક રાણા અને તેમની પત્ની ડિમ્પલ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. તાજેતરમાં જ ડિમ્પલબેન પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે માથાના વાળમાં કલર લગાવવા બાબતે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી. અને ઉશ્કેરાયેલા અશોકે પત્નીને ધક્કો મારીને નીચે પાડી દીધી અને દોરી વડે ગળું દબાવીને હત્યા કરી હતી.

આ હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પત્નીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે અને આરોપી અશોકને મોતની સજા મળે તેવી માગણી કરી રહ્યા છે.

20 વર્ષ પહેલાં અશોક રાણા અને ડિમ્પલબેનના લગ્ન થયા હતા. બંનેને 2 સંતાનો છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આરોપી અશોક શંકાશીલ સ્વભાવના કારણે ત્રણ માસ પહેલા પણ ઝઘડો થયો હતો. આ દરમિયાન પણ આરોપી અશોકે ડિમ્પલબેનને ખુબજ માર માર્યો હતો અને ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ ડિમ્પલબેન પોતાના પિયર આવી ગયા હતા. દોઢ મહિના બાદ સમાધાન થતાં ફરી તેઓ સાસરે આવ્યા હતા. જો કે, આખરે પતિના શંકાશીલ અને વિકૃત સ્વભાવનો ભોગ ડિમ્પલ બેનને બનવું પડ્યું. અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ કેસમાં સાણંદ પોલીસે હત્યાના ગુના હેઠળ આરોપી અશોકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments