Team Chabuk-Gujarat Desk: અમદાવાદ હાઈકોર્ટ નજીક બાઈક સ્લીપ થતાં બે મિત્રોના મોત થયા છે. બેમાંથી એક મિત્રની 14 દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. મૂળ વલસાડના પારડી પ્રેરણા એપાર્ટમેન્ટ રતન વાડી ખાતે રહેતો અને અમદાવાદ હાઇકોર્ટ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતો પ્રશાંત રાધા ક્રિશ્ના શર્મા તેની સાથે પ્રેક્ટિસ કરતો વકીલ મિત્ર હીરક પ્રોબીરભાઈ ગાંગુલી રહે થલતેજ અમદાવાદને સાથે કામ અર્થે શુક્રવારે પારડી આવ્યા હતા.

કામ પૂર્ણ કર્યા બાદ રાત્રે અન્ય બે મિત્રો અભિષેક કપ્તાન સિંગ રાજપૂત અને પ્રશાંત ભવરસિંગ રાજપુરોહીત આમ આ ચાર મિત્રો અલગ અલગ બે બાઇક પર વાપીના સલવાવ હાઇવે પર મામા કબાબ હોટલમાં જમવા નીકળ્યા હતા. જ્યાં હોટેલમાં ભીડ હોવાથી આ ચારેય મિત્રો અતુલ ચણવઈ ખાતે હોટલમાં જમવાનું નક્કી કર્યું હતું.
પરત નીકળ્યા ત્યારે પલ્સર બાઈક પ્રશાંત રાજપુરોહિત ચલાવી રહ્યો હતો. જેની પાછળ અમદાવાદ રહેતો હીરક ગાંગુલી નામનો યુવક બેઠો હતો. પારડી જોગમરડી નજીક હાઇવે પર અચાનક તેમનું બાઈક સ્લીપ થઈ જતા બંને માર્ગ પર પટકાયા હતા. જેમાં હીરક પર પાછળથી આવતું કોઇ વાહન ફરી વળ્યું હતું.

અકસ્માતમાં બંનેને 108માં પારડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ હીરકને મૃત જાહેર કર્યો હતો. જયાંરે પ્રશાંતને વધુ સારવાર માટે વલસાડ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.અકસ્માતનો ભોગ બનેલા પ્રશાંત રાજપુરોહિત હાલ UPSCની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો. તેની 14 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા