Team Chabuk-Gujarat Desk : અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીને દસ્તો ફટકારી દીધો. જેમાં પત્ની ગંભીર ઈજા પહોંચી. આ સમગ્ર મુદ્દે પત્નીએ પતિ વિરુદ્ધ અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં પત્નીએ પતિને પોતાનાં પિયર મુંબઇ જવાનું કહ્યું પહેલાં પતિએ ના પાડી ત્યારબાદ પત્નીએ ફરીથી વાત કરી તો પતિએ પત્નીને મારમાર્યો હોવાનો આરોપ છે. એટલું જ નહીં પતિએ દસ્તો પણ માથામાં માર્યો હતો. સમગ્ર મામલે પત્નીએ પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

45 વર્ષીય પરિણીત મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને અગાઉ તેના પતિ વિરુદ્ધમાં સોલા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે પતિ પત્ની સાથે જ રહે છે.પત્નીએ પતિને કહ્યું કે, મારે મારા પોતાના ઘરે મુંબઇ જવું છે જે માટે પતિએ ના પાડી દીધી જેથી પત્નીએ ફરીથી કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન જ અચાનક જ પતિ રસોડામાંથી દસ્તો લઈ આવ્યો હતો અને પત્નીને માથાના ભાગે માર્યો હતો.
પત્નીને માથામાં લોહી નીકળતા ગાડીમાં બેસીને હોસ્પિટલ પહોંચી હતી જ્યાં પત્નીએ માથામાં ત્રણ ટાંકા પણ આવ્યા હતા.પત્ની હોસ્પિટલ જતી હતી ત્યારે પણ પતિએ કહ્યું કે જો હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ. સારવાર મેળવીને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત