Homeગુર્જર નગરીઅમદાવાદઃ મણિનગર પોલીસ સ્ટેશન સામે ચોરી કરવા આવેલા દિલ્હી ગેંગના બે આરોપીની...

અમદાવાદઃ મણિનગર પોલીસ સ્ટેશન સામે ચોરી કરવા આવેલા દિલ્હી ગેંગના બે આરોપીની ધરપકડ, ફ્લાઈટમાં આવતા ચોર આર્થિક મંદીના કારણે આ વખતે ટ્રેનમાં આવ્યા હતા !

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના મણિનગરમાં પોલીસે ઘરફોડ ચોરી કરવા આવેલી દિલ્હી ગેંગના બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપી ભારત ચૌધરી અને જાહેદખાન ઉર્ફે જાયાદખાન પઠાણ ઘરફોડ ચોરી કરે તે પહેલાં જ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી કરવા માટે બનાવેલા વિશેષ પ્રકારના હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ બન્ને આરોપીઓ મણિનગર પોલીસ સ્ટેશન નજીક સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે જઇ રહ્યા હતા.. આ દરમિયાન મણિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ભારત ચૌધરી શંકાસ્પદ લાગતા તેનું ચેકીંગ કરતા ચોરીના સાધનો મળી આવ્યા હતા.

આરોપી ભારત ચૌધરી અગાઉ પણ પોતાના સાગરીતો સાથે મણિનગરમાં ચોરી કરવા આવ્યો હતો. અને પોલીસે ધરપકડ કરી હતી જેથી ભારત ચૌધરીને જોતા જ પોલીસ કર્મચારી ઓળખી ગયો હતો. જેથી આ બંને આરોપી ચોરીને અંજામ આપે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા.

મૂળ ઉત્તરપ્રદેશનો ભારત ચૌધરી દિલ્હી રહે છે. અગાઉ 1029માં પણ ભારત ચૌધરી અને જાહેદખાન પોતાના બે સાગરીત રિજવાન અને શાહનવાઝ સાથે મણિનગરમાં 25 લાખ રૂપિયાની ચોરી કેસમાં ઝડપાયા હતા. ત્યારબાદ 2021માં જૂન મહિનામાં 2 લાખ 60 હજારની ચોરી કરીને ફરાર હતા.. હવે ત્રીજી વખત આ ગેંગ ચોરી કરવા મણિનગર પહોંચી અને પોલીસની સતર્કતાના કારણે ઝડપાઇ ગઈ.

મહત્વનું છે કે આ ગેંગ ફ્લાઇટમાં ચોરી કરવા માટે અમદાવાદ આવે છે પરતું આ વખતે આર્થિક મંદીના લીધે ટ્રેનમાં ચોરી કરવા અમદાવાદ પહોંચ્યા. હદ તો ત્યાં થઈ કે આરોપી અગાઉ મણિનગર પોલીસ ના હાથે ઝડપાયા હોવાથી રેલવે સ્ટેશનથી મણિનગર પોલીસ સ્ટેશનની રિક્ષા કરી.. અને પોલીસ સ્ટેશનની સામે જ ચોરી કરવા પહોંચ્યા હતા. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments