Homeગુર્જર નગરીઅમદાવાદઃ મહિલાને પ્રેમલગ્ન ભારે પડ્યા, લગ્નના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું...

અમદાવાદઃ મહિલાને પ્રેમલગ્ન ભારે પડ્યા, લગ્નના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે !

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં રહેતી એક મહિલાએ સાસરિયાન ત્રાસથી કંટાળીને પોલીસનો સહારો લીધો  છે અને ન્યાયની માગણી કરી છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતી આ મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, હવે તેને પ્રેમલગ્નનો નિર્ણય ખોટો લાગી રહ્યો છે. પરણિતાનો આરોપ છે કે, લગ્નના ત્રણ મહિના સુધી સાસરિયાએ તેને સારી રીતે રાખ્યા બાદ નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. અંતે કંટાળીને મહિલા એ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

પરણિતાનો આરોપ છે કે, તેના સાસુ તેને જમવા જેવી નાની-નાની બાબતોમાં મેણા ટોણા મારતા હતા કે આ ને ઘરકામ આવડતું નથી એની મા એ કશું શીખવાડ્યું નથી. જ્યારે લગ્નના એક વર્ષ સુધી તેના માતા પિતા એ તેને બોલાવતા નહી. આ સમયે તેના સાસુ સસરા તેના પિતાને ભિક્ષુક સાથે સરખાવી વારંવા તેનું અપમાન કરતા હતા. તેઓ કહેતા કે, “કરિયાવરમાં કશું આપવું ના પડે એટલે તેને બોલાવતા નથી. અમે ભૂલ કરી કે આના પ્રેમ લગ્ન કરાવ્યા. હવે આને કાઢી મુકો.”

એટલું જ નહીં પરિણીતા એ જ્યારે દીકરીને જન્મ આપ્યો તો સાસરિયાનો ત્રાસ વધી ગયો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, દીકરીના જન્મબાદ આપતા તેના સાસુ કહેતા હતા કે, “અમારે તો દીકરો જોઈતો હતો, આને તો દીકરીને જન્મ આપ્યો. દીકરીના લગ્નનો ખર્ચ તેનો બાપ આપશે.”  આરોપ છે કે, પરિણીતા એ તેના માતા સાથે વાત કરવાનું કહેતા તેના પતિએ મોબાઈલ અને સિમકાર્ડ પણ તોડી નાખ્યાં હતાં. અને તેનો પતિ છૂટાછેડા આપવા માટે કહેતો હતો.

મહિલાએ તેના પતિ પર પણ દારૂ પીને તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. પરિણીતાએ અવાજ ઉઠાવતા આ આખો મામલો ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં પોલીસે પહેલાં  બંને વચ્ચે સમાધાન કરાવ્યું  હતું. પરંતુ જ્યારે તેઓ ઘરે જતા હતા તેના પતિ એ તેને રસ્તા માં જ ઉતારી દીધી હતી. મહિલા ચાલતા ઘરે પહોંચતા જ તેને માર મારી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. જેથી મહિલા પાડોશીના ઓટલા પર જ સૂઈ ગઈ હતી. બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments