Team Chabuk-Gujarat Desk: રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારો અને અત્યંત ક્રૂર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યોગ ટીચર પર પોતાના જ સાથી યોગ ટીચરનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખવાનો આરોપ લાગ્યો છે. પીડિતની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ભાંકરોટ પોલીસ સ્ટેશનમાં એક યુવકે મહિલા સામે પ્રાઇવેટ પાર્ટ કાપવાનો કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે, મહિલાએ તેના જમવામાં કોઈ નશીલો પદાર્થ ભેળવી દીધો હતો અને જ્યારે તે બેભાન અવસ્થામાં હતો ત્યારે જ તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. એટલું જ નહીં ફરિયાદમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે, આ બાદ યુવતી જ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી અને આઈ એમ સોરી કહીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
મળતી માહિતી મુજબ ફરિયાદમાં પીડિત યુવકે જણાવ્યું કે તે બીકાનેરનો રહેવાસી છે. છેલ્લા ત્રણ વર્ષોથી જયપુરમાં રહીને અભ્યાસ અને યોગ અધ્યાપકનું કામ કરે છે. તેની સોશિયલ મીડિયાદ્વારા એક મહિલા સાથે સારી ઓળખાણ થઇ હતી. જે પછી બંને એકબીજાના ઘરે પણ આવવા જવા લાગ્યા હતા. મહિલા પણ વ્યવસાયે યોગ ટીચર છે. ફરિયાદમાં પીડિત યોગ ટીચરે જણાવ્યું કે તે 16 નવેમ્બરે યોગ ક્લાસ લઇને વૈશાલી નગરથી પોતાના ઘરે કનક વૃંદાવન જઈ રહ્યો હતો. ત્યારે મહિલાએ તેની પાસે દૂધ, શાકભાજી મંગાવી હતી. યોગ ટીચર યુવક સામાન લઇને મહિલાના ફ્લેટે પહોંચ્યો હતો. જ્યારે મહિલાએ જમવાનું બનાવ્યું હતું અને તે ત્યાં જમ્યો હતો.
ખાવાનું ખાધા પછી જ્યારે યોગ ટીચર યુવક પોતાના ઘરે જવા લાગ્યો તો મહિલા પણ યુવકના ઘરે આવી હતી. યુવકને ચક્કર આવતા તે થોડા સમય માટે બેડ પર ઉંઘી ગયો હતો. તે સમયે મહિલા પણ યુવકના ઘરે જ હતી. રાત્રે બે વાગ્યાની આસપાસ જ્યારે યુવકની આંખ ખુલી તો તેને પ્રાઇવેટ પાર્ટ પાસે દુખાવો થઈ રહ્યો હતો તેના કપડા ફાટેલા હતા અને બેડ પર લોહી હતું. બીજી તરફ મહિલા ક્યાંય દેખાતી ન હતી. યુવકે મદદ માટે બૂમ લગાવી પરંતુ પાડોશીઓ પાસેથી કોઈ મદદ ન મળી.
તો જ્યારે યુવકે મહિલાને ફોન કર્યો તો મહિલાએ રડતા રડતા કહ્યું કે આઈ એમ સોરી. ત્યારે યુવકે મહિલાને કહ્યું કે મને હોસ્પિટલ લઇ જા. થોડા સમય પછી તે પોતાની કાર લઇને આવી અને યુવકને કારમાં લઇને હોસ્પિટલ લઇ ગઈ હતી. હાલ યુવક સારવાર હેઠળ છે બીજી તરફ પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આખરે બંને વચ્ચે થયું શું હતું ? શા માટે મહિલાએ આવુ કર્યું ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત