Homeગુર્જર નગરીઅમદાવાદ: પાંચ પત્ની છતાં હતો કુવારો, ચોથી પત્નીએ આવી રીતે ફોડ્યો ભાંડો

અમદાવાદ: પાંચ પત્ની છતાં હતો કુવારો, ચોથી પત્નીએ આવી રીતે ફોડ્યો ભાંડો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સોલા વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જે લગ્ન કરી યુવતીના વાહનો અને દાગીના વેચી જલસા કરતો હતો. આરોપ છે કે, યુવકે એક, બે નહીં પરંતુ પાંચ-પાંચ લગ્ન કર્યા છે. લગ્ને લગ્ને કુંવારા યુવકની ચોથી પત્નીને યુવકની હકીકતની જાણ થતાં તેણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરતો અને દુષ્કર્મ આચરી યુવતીને છોડી દેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.

સોલા પોલીસે જણાવ્યું કે, પ્રબજોત પંજાબી નામના આરોપીનો 2016માં ખાનગી કંપનીમાં મહિલા સાથે પરિચય થયો હતો.  યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા 2018માં પ્રબજોતે કુંવારો હોવાનું કહી યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા અને બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન એક તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જો કે, મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનુ કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ આરોપીની અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને આ મહિલાના ઘરે પહોંચતા પ્રબજોતનો ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, પ્રબજોતે પરણિત હોવા છતાં કુવારો હોવાનું કહીને તેની સાથે લગ્ન તો કર્યા હતા. એટલું જ નહીં પોતે શરૂ કરેલા કાફે અને તેની લક્સુરીયસ ગાડી વેચીને રૂપિયા ઉડાવી દીધા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીએ અગાઉ ચાર યુવતીઓ સાથે લગ્ન કર્યા અને હવે પાંચમી યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમાં રહે છે.

હાલ સોલા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી જાડેજાએ કહ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. હાલ પોલીસે પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબીની ધરપકડ કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments