Team Chabuk-Gujarat Desk: રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પીરિયલ પેલેસ ફરી વિવાદમાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોટેલ ઈમ્પીરિયલ પેલેસમાં દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. હોટેલના છઠ્ઠા માળે રૂમ નં.605માં જુગાર રમતા 10 જેટલા શખ્સોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને 10 લાખ રોકડા રૂપિયા, ફોર્ચ્યુનર, સફારી કાર તેમજ આશરે 10 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.અગાઉ આ જ રૂમમાં યુવતીનો નગ્ન ડાન્સનો વીડિયો વાઇરલ થયો હતો.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર હોટેલ ઈમ્પીરિયલ પેલેસમાં છઠ્ઠા માળે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી. જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ પાડી હતી અને 10 જેટલા શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મોરબીના રાતૈયા ગામનો નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા મુખ્ય સંચાલક છે. તેણે બાકીના આરોપીઓને જુગાર રમવા બોલાવ્યા હતા.
કોણ કોણ ઝડપાયું ?
1. નરેન્દ્રસિંહ જાડેજા
2. અરવિંદ ફળદુ
3. રાજુ મહેતા
4. કમલેશ પોપટ
5. ભરત દલસાણીયા
6. પ્રદિપ ચાવડા
7. મનીષ સોની
8. કરણ પરમાર
9.વિપુલ પટેલ
10. રસિક ભાલોડીયા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ આ અંગે કહ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે ઈમ્પીરિયલ હોટેલમાં રેડ કરવામાં આવી હતી અને નરેન્દ્રસિંહ જાડેજા સહિત 10 જેટલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પકડાયેલા આરોપીઓ પ્રથમ વખત રમવા આવ્યા હતા કે અગાઉ પણ રમવા આવતા હતા તે સહિતના મુદ્દે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત