Homeગુર્જર નગરીવડોદરાઃ વિદ્યાર્થીનીને દારૂ પીવડાવનારો લંપટ શિક્ષક ઝડપાયો, બદઈરાદાથી દારૂ પીવડાવ્યાનો દાવો

વડોદરાઃ વિદ્યાર્થીનીને દારૂ પીવડાવનારો લંપટ શિક્ષક ઝડપાયો, બદઈરાદાથી દારૂ પીવડાવ્યાનો દાવો

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં ખનગી ટ્યૂશન ક્લાસિસમાં વિદ્યાર્થિનીને દારૂ પીવડાવનારા લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની અટકાયત કરી લેવાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે, વડોદરાના નિઝામપુરા વિસ્તારના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી વિદ્યાર્થિનીને દારૂ પીવડાવ્યો હતો. જો કે, વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલ શિક્ષક વિદ્યાર્થિનીને તેના ઘરે મુકી આવ્યો હતો.

બીજી તરફ અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇ માતા ચોંકી ગઈ હતી. માતાએ આ અંગે દીકરીની પૂછપરછ કરતા તેણે ટ્યૂશન ક્લાસમાં બનેલી ઘટનાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અંગે પીડિત યુવતીની માતાએ ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે એજ્યુકેશન ક્લાસના પ્રશાંત સર વિરુદ્ધ જાતીય સતામણી તથા વિદ્યાર્થિનીને જબરજસ્તી દારૂ પીવડાવવા અંગે ગુનો દાખલ કર્યો હતો.

ફતેગંજ પોલીસ મથકના પી.આઇ. પરમારે જણાવ્યું હતું કે, શહેરના નિઝામપુરા અર્પણ કોમ્પ્લેક્સમાં ખાનગી ટ્યુશન ક્લાસ આવેલો છે. આ ટ્યુશન ક્લાસમાં પ્રશાંત નામના વ્યક્તિ શિક્ષક તરીકે નોકરી કરે છે. આ શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ પણ બેસાડી રાખી હતી. ટ્યુશનનો સમયગાળો પૂરો થયા બાદ અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. બપોરે 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. શિક્ષકે કયા કારણોસર કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments